<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ ખાતે રકતદાનઃ ૧૧૭ યુનિટ રકત એકત્ર

ચેરમેન શ્રી રમેશભાઇ ઠકકરના ૭પમા જન્‍મ દિવસ નિમિત્તે કેમ્‍પ યોજેલ રકતદાતાઓના સહયોગથી કેમ્‍પ સફળ

રાજકોટઃ શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ ખાતે તા. ર જુન રકતદાન કેમ્‍પ સફતાપૂર્વક પૂર્ણ થયો. ચેરમેન રમેશભાઇ ઠકકરના ૭પ જન્‍મોદિવસ નિમિત્તે દિપ પ્રાગટય કરી રકતદાન કાર્યક્રમની શરૂઆત કરેલ. જેમાં જરૂરિયાતમંદો માટે ૧૧૭ યુનિટ રકત એકઠું કરવામાં આવેલ. કેમ્‍પમાં તમામ દાતાઓનું રકતદાન પહેલા સંપૂર્ણ સ્‍વાસ્‍થ્‍ય ચકાસણી કરવામાં આવી હતી. રકતદાન હોસ્‍પિટલ ખાતે સગા-સ્‍નેહીઓ, મિત્ર વર્તુળ, સ્‍વૈચ્‍છિક સંગઠનો અને તબીબી સ્‍ટાફે ઉમદા સેવા આપી કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો

(3:58 PM IST)