News of Monday, 10th June 2024
બેડી માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણી માટે મોરબીના જિલ્લા રજીસ્ટ્રારની નિમણૂક
ચૂંટણી અધિકારી ધર્મેશ ગઢવી ટુંક સમયમાં ચુંટણીનો એજન્ડા પ્રસિધ્ધ કરશે

રાજકોટ, તા. ૧૦ : રાજય સરકારે રાજકોટ રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર શ્રી ધર્મેશ ગઢવીની નિમણૂક કર્યાનું અને તેઓ ચૂંટણી માટે ઓછામાં ઓછા ૭ દિવસની મુદત સાથેનો એજન્ડા ટુંક સમયમાં પ્રસિધ્ધ કરનાર હોવાનું જાણવા મળેલ છે.
બેડી યાર્ડના ચેરમેન જયેશ બોધરાની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ ગઇ છે. સંસદની ચૂંટણીની આચારસંહિતાના કારણે સુકાનીઓની ચૂંટણી પાછી ઠેલાયેલ, હવે ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન જયેશ બોધરા અને પૂર્વ વાઇસ ચેરમેન પરસોતમ સાવલિયા વચ્ચે સ્પર્ધા હોવાનું માનવવામાં આવે છે. ભાજપ હાઇકમાન્ડ પસંદગીમાં કર્યો માપદંડ અપનાવે છે તે જોવાનું રહ્યુ.
(4:16 PM IST)










