<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

નુપુર શર્માએ બે વર્ષ પછી સોશિયલ મીડિયા પર મૌન તોડ્યું :પીએમ મોદીના શપથ ગ્રહણ માટે શું લખ્યું ?

પયગંબર મોહમ્મદ સાહેબ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદને કારણે ચૂપ બનેલી ભાજપની પૂર્વ નેતાએ પીએમ મોદીના શપથ ગ્રહણ પર ટિપ્પણી કરી

નવી દિલ્હી : પયગંબર મોહમ્મદ સાહેબ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદને કારણે ચૂપ બનેલી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નુપુર શર્માએ પોતાનું મૌન તોડ્યું છે. નુપુર શર્માએ બે વર્ષ પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી છે. નૂપુરે મોદી સરકાર અને વડાપ્રધાનના શપથ ગ્રહણને લઈને ત્રીજી વખત ટ્વિટ કર્યું છે.

  પીએમ મોદીના શપથ ગ્રહણ બાદ નુપુર શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ફરી એકવાર મોદી સરકાર સુરક્ષિત અને વિકસિત ભારત તરફ આગળ વધી રહી છે. નુપુર શર્માએ ટ્વિટમાં પીએમ મોદીના શપથ લેતી તસવીર પણ મૂકી હતી.

  બે વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે તેણે સોશિયલ મીડિયા પર કંઈક લખ્યું છે.

 આ પહેલા 5 જૂન, 2022 ના રોજ, મોહમ્મદ સાહેબ પર તેમની ટિપ્પણીઓને સ્પષ્ટ કરતી વખતે, તેણીએ કહ્યું હતું કે તે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતી નથી અને પોતાનું નિવેદન પાછું ખેંચી લે છે. 25 મેના રોજ દિલ્હીમાં લોકસભા ચૂંટણી દરમિયાન નૂપુર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ પર પહોંચી હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમણે મતદાન કર્યું હતું.

   નુપુર શર્માએ એક ટીવી ડિબેટ શો દરમિયાન પ્રોફેટ મોહમ્મદ સાહેબ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો. વિવાદને કારણે ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. નુપુર ભાજપના યુવા અને ગતિશીલ પ્રવક્તાઓમાંની એક હતી અને ઘણીવાર ટીવી પર પાર્ટીનો બચાવ કરતી જોવા મળતી હતી.

 આ વિવાદ બાદ નુપુર શર્માને ધમકીઓ મળવા લાગી હતી. ખતરો જોઈને દિલ્હી પોલીસે તેમને સુરક્ષા પૂરી પાડી હતી. ત્યારથી તે માત્ર બે વખત જ જાહેરમાં જોવા મળી છે. દિલ્હીમાં મતદાન કરતા પહેલા તે ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના એક કાર્યક્રમમાં જોવા મળી હતી.

(9:27 AM IST)