News of Monday, 10th June 2024
કાલથી ગુજરાતમાં છ દિવસ વરસાદી માહોલ:સુરત, વડોદરા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
જાણો ક્યાં દિવસ ક્યાં જિલ્લામાં કેવો વરસાદ વરસશે : જાણો જિલ્લાવાર યાદી

અમદાવાદ :ગુજરાતના 72 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો અને આજે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છેકે, 11થી 16 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
સુરત, વડોદરા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
11 જૂનના રોજ ક્યા છે વરસાદની શક્યતા
11 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા,
સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્તળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઇ શકે છે.
12 અને 13 જૂનના રોજ કયા જિલ્લામાં વરસાદની શક્યતા
12 અને 13 જૂનના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવો વરસાદ થઇ શકે છે.
14 થી 16 જૂનના રોજ આ જિલ્લામાં વરસાદ થઇ શકે
14 જૂનના રોજ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરત, નવસારી અને વલસાડમાં જ્યારે 15 અને 16 જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઇ શકે છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
