તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જૂનાગઢના સ્વર્ગીય સાંસદ ભાવનાબેન-ડો.ચિખલિયાના પુત્ર-પુત્રવધુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી પણ ભારતીય સંસ્કળતિ અને પારાવારિક સંસ્કારોમાં સતત ઓતપ્રોત
બાળકોને પણ પાયાના સંસ્કાર : દિકરો-દિકરી ભણવામાં બંને હોશિયાર : દિકરીએ તો શૈક્ષણિક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી અમેરિકન પ્રમુખના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યોઃ પヘમિી સંસ્કળતિથી અંજાતા લોકો માટે પ્રેરણારૂપ ચરિતાર્થ જીવન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૦: જૂનાગઢના સ્વર્ગીય સાંસદ ભાવનાબેન ચિખલિયા તથા સોરઠના સેવાભાવી તબીબ ડો. ડી.પી.ચિખલિયાના પુત્ર-પુત્રવધુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે..પણ ભારતીય સંસ્કળતિ અને પારાવારિક સંસ્કારોમાં હમેશા ઓતપ્રોત રહ્યા છે. અમેરિકામાં રહીને બાળકોને પણ પાયાના સંસ્કારો આપ્યા છે. આ દંપતિનો દિકરો-દિકરી બંને ભણવામા હોશિયાર છે. એમાંયે દીકરીએ તો શૈક્ષણિક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી અમેરિકન પ્રમુખના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે..પヘમિી સંસ્કળતિથી અંજાતા લોકો માટે પ્રેરણારૂપ જીવન આ પરિવારે ચરિતાર્થ કરી બતાવ્યુ છે. આવો..પ્રતિષ્ઠીત ‘ચિખલિયા પરિવાર' વિશેની જાણવા જેવી રસપ્રદ વિગતો પર દ્રષ્ટીપાત કરીએ...
જૂનાગઢના પ્રતિષ્ઠીત સેવાભાવી ‘ચિખલીયા પરિવાર'માં આનંદની હેલી વ્યાપી છે. પરિવારની લાડકવાયી કુ.રેનાઇશાએ એજ્યુકેશનમાં અમેરિકામાં વિજય ડંકો વગાડ્યો છે. અમરેકાના પ્રેસિડેન્ટ જો બાઈડનના હસ્તે એવોર્ડ એજ્યુકેશન અચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થતા પરિવારમાં હરખની હેલી છે.
સોરઠના સ્વર્ગસ્થ સાસંદ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ભાવનાબેન ચિખલિયા, જાણીતા સેવાભાવી તબીબ અને હાલ ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો.દેવરાજ પી.ચિખલિયાની પૌત્ર-પૌત્રી તથા શૌનક ચિખલિયા, તુલસી ચિખલિયાના સંતાનો ભણવામાં અવ્વલ છે. કુ.રેનાઈશાએ અમરિકામાં એજ્યુકેશન અચિવમેન્ટમાં એવોર્ડ હાંસલ કર્યો છે. શૌનક ચિખલિયા પત્નિ-બાળકો સાથે વર્ષોથી અમરેકામાં વસવાટ કરે છે આમછતાંય ભારતીય સંસ્કળતિ અને પરિવારના સંસ્કારોને ટોપ અગ્રતા આપી છે. ચિખલિયા પરિવારની દિકરીએ સરહદને પેલે પાર શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરતા વિશાળ ચાહકવર્ગ દ્વારા શુભેચ્છા-વર્ષા થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રતિષ્ઠીત ‘ચિખલિયા પરિવાર' વર્ષોથી હંમેશા સોરઠની સેવામાં ઓતઙ્ઘોત રહ્યો છે...સ્વર્ગસ્થ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ચાર-ચાર ટર્મ સાંસદ રહી ચૂકેલા શ્રીમતિ ભાવનાબેન ચિખલીયા અને ખ્યાતનામ સર્જન સેવાભાવી તબીબ ડો. દેવરાજભાઈ ચિખલીયાના એકના એક લાડકવાયા સુપુત્ર ચિ. ‘શૌનક'ના શુભ લગ્ન આજથી લગભગ ૨૩ વર્ષ પહેલા તા.૨૨-૧૦-૨૦૦૫ના રોજ જૂનાગઢ નિવાસી શ્રીમતિ ગીતાબેન તથા શ્રી વિજયભાઈ જયંતિલાલ ચોટાઈની સુપુત્રી ચિ.‘તુલસી' સાથે થયા હતા. શૌનક ચિખલીયા દંપતિનું એકમાત્ર સંતાન, તે ઘણા જ સમયથી અમેરિકા ખાતે ‘કોમ્પ્યુટર એન્જીનીયર, પરંતુ માતા- પિતાનો સંસ્કારનો વારસો યથાવત જાળવી રાખ્યો, ‘વિદેશની વહુ કરતા ‘કાઠીયાવાડી નાર' પર જ એ વખતે પસંદગી ઉતારી જૂનાગઢના જ પોતાના પરિવાર સાથે આત્મિયતાનો નાતો ધરાવતા ‘રઘુવંશી પરિવાર'ની લાડકવાયી દિકરી ‘તુલસી'ને જીવન સંગીની બનાવવાનું નક્કી કર્યુ... જેમ ભાવનાબેને ડો. દેવરાજભાઇનું જીવન ભાવનાથી ભરપુર કર્યુ તેમ આ દિકરી તુલસી ચિખલીયાએ પરિવારના એકના એક લાડકવાયા ‘શૌનક'નું જીવન આનંદ-ઉલ્લાસ અને ખુશીઓથી ભરી દીધુ..ઈશ્વરે દિકરો-દિકરીની અમુલ્ય ભેટ આપી અને ભારતીય સંસ્કળતિ-પરિવારના આગવા સંસ્કારોનુ પાયાનુ સિંચન કરી બાળકોનો ઉછેર કર્યો..જેની ફલશ્રુતિ સૌના માટે પ્રેરણારૂપ છે.
અત્રે એ પણ નોંધનીય છે કે,વિશ્વમાં ટોપ લેવલની આધુનિકતા ધરાવતા દેશ-અમેરીકામાં સ્થાયી..પણ માતા-પિતાના સંસ્કારો-ભારતીય સંસ્કળતિને હંમેશા પ્રથમ અગ્રતા આપતા શૌનક ચિખલિયાના જે તે વખતે સન-૨૦૦૫માં યોજાયેલ ‘કાઠીયાવાડી લગ્ન'નો લ્હાવો લેવા ૫૦ વિદેશી મહેમાનો સહિત રાષ્ટ્રીય કક્ષાના અને રાજય કક્ષાના ધુરંધરો ખાસ હાજરી આપવા, આશીર્વાદ આપવા પધાર્યા હતા. આ મંગલમય અવસર ‘લેઉવા પટેલ સમાજ'ના ચિખલીયા પરિવાર અને ‘રઘુવંશી સમાજ'ના ચોટાઇ પરિવારમાં હરખની હેલી અને આનંદ ઉલ્લાસનું વાતાવરણ સૌના માટે હજુયે યાદગાર છે.
અત્રે નોંધનીય છે કે, સોરઠની સેવામાં ‘ચિખલીયા દંપતિ' હંમેશા ઓતપ્રોત રહ્યું અને આ સેવાભાવી દંપતિ જીવનમાં કયારેય વિવાદ નહીં, માત્ર સંવાદને જ અગત્યતા આપ્યુ...સ્વર્ગસ્થ શ્રીમતિ ભાવનાબેન ચાર-ચાર વખત સોરઠના સાંસદ રહ્યા... કેન્દ્રના મિનીસ્ટર બન્યા... પરંતુ લેશમાત્ર ‘મોટાઇ' નહીં, ગમેતે જાય હસીને જવાબ આપે, ઉપયોગી થવાના પુરતા પ્રયત્નો કરે... તો ડો. દેવરાજભાઈ કે, જે ખ્યાતનામ સર્જન-યુરોલોજીસ્ટ છે તેમની હોસ્પિટલે કોઈપણ જાય, તેમનો સાલસ સ્વભાવ અને હસમુખો ચહેરો જોઈને જ દર્દીનું દર્દ તો ભાગી જાય... એ સિવાય ડાકટરી તપાસની ‘ફી' હોય તો ઠીક છે નહીતર ‘જયસિયારામ...!! છતાંય ડો. હસતા હસતા ઉષ્માભર્યો પ્રેમાળ વ્યવહાર કરે... અને વિશેષ જરૂરીયાત હોય તો પણ પુછે...!! ચિખલીયા દંપતિની જેણે એકપણ વખત મુલાકાત લીધી હોય, તેને પોતાના કોઇ પરિવારના સભ્યોને મળ્યા હોય, તેવો અહેસાસ થાય આવા સેવાભાવી - અનોખા દંપતિના એકના એક લાડકવાયા પુત્રના લગ્નનો પ્રસંગ અવિસ્મરણીય બની રહ્યો હતો... ‘જય ભોજલરામ - જય જલારામ'ના આર્શિવાદ આ પરિવાર પર ઉતર્યા છે..અમેરીકા જેવા દેશમાં પોતાના બાળકો વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી રાષ્ટ્ર પ્રમુખના હસ્તે એવોર્ડ મેળવી રહ્યા છે, આ સિદ્ધિથી સ્વર્ગીય ભાવનાબેન ચિખલિયાના આત્માને પણ પરમ સુખ-શાંતિ મળી રહી હશે તેવી અભ્યર્થના..ડો.ડી.પી.ચીખલીયાને સોરઠના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્ય સમાજશ્રેષ્ઠીઓ રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવેલ છે. શૌનકભાઈ ચિખલિયા તથા તુલશીબેન ચિખલિયાને પણ શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.
ડો. ડી.પી. ચિખલીયાની પૌત્રી કુ. રેનાઇશાનું અમેરિકામાં પ્રેસીડેન્ટ જો બાઇડેનના હસ્તે એવોર્ડ પ્રાપ્તની ઐતિહાસિક ઘટનાને એ રીતે પણ મુલવી શકાય..કે, જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં હંમેશા અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ આવીને રહે છે, આમાં જરાય સંશય નથી અને હકીકતમાં જે ઘરમાં પ્રભુ બિરાજે એ ઘરમાં વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા સંતાનો હોય એમાં કહેવું શું?
આમ તો ઘણીવાર સાંભળ્યું છે કે, દીકરી એટલે દીવડો, જ્યાં દીકરી હોય ને ત્યાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય અને આ દીકરી જ્યારે પ્રતિભા સંપન્ન હોય ત્યારે તો કહેવું જ શું..? કહેવત છે ને કે, ‘મોરના ઈડા ચીતરવા ના પડે' બસ આવી જ કહેવતને સાર્થક કરે છે.. ડો.ડી.પી. ચિખલીયા અને સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલીયાના પૌત્રી ચિ.કુ.રેનાઈશા ‘ડોક્ટર સાહેબ' અને :ભાવનાબેનના ખોળામાં જેનો ઉછેર થયો એવી વહાલી દીકરી અમેરિકાના વાતાવરણમાં રહેવા છતાં પણ પૂરેપૂરા ભારતીય કલ્ચરને વળગી રહી પોતાની વિશિષ્ટ પ્રતિભાઓને નિખારતી રહી છે. એવી અનેક વિશિષ્ટતાઓ જેમ કે, લીડરશીપ પબ્લિક સ્પીકિંગ રાઇટીંગ ફોટોગ્રાફી મ્યુઝિક પ્લેઇંગ જેમાં કીબોર્ડ બાસુરીવાદન રીધમ અને સાથે સાથે ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે અનેક નાટકો પ્લે કરેલા છે પેઇન્ટિંગ ક્રાફ્ટ આવી અનેક પ્રકારની વિવિધ પ્રવળત્તિઓમાં અવ્વલ નંબરે અને ખરા અર્થમાં કહીએ તો વિશિષ્ટ સિદ્ધિઓને સન્માનની હકદાર છે. ડો.ડી.પી. ચિખલીયા અને ભાવનાબેન ચીખલીયાના પુત્ર શૌનક ચીખલીયાના પુત્રી ચિ.રેનાઈશા ચિખલીયા જે અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમણે માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે પોતાની શૈક્ષણિક કારકિર્દી માટે પ્રેસિડેન્ટ એજ્યુકેશન એચિવમેન્ટ એવોર્ડ જે અમેરિકામાં ભણતા બાળકો માટે પોતાની વિશિષ્ટ સિદ્ધિઓને માટે અપાય છે. જે હાંસલ કર્યો.. હોનરેબલ પ્રેસિડેન્ટ ઓફ યુનાઈટેડ સ્ટેટ જો બાઈડેનના દ્વારા એનાયત થયેલ છે. જે આપણી ભારતીય દીકરીએ આટલી નાની ઉંમરે આ સિદ્ધિ હાસલ કરી છે તે આપણા સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
