તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
રાજપીપળામાં વર્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે આરોગ્ય શાખા દ્વારા કેમ્પ અને સાયકલ રેલીનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન દિવસ ઉજવણીના ભાગરૂપે વિવિધ એક્ટીવીટી કરવામાં આવી રહી છે.જેમાં તા.૦૮.૦૬.૨૦૨૪ થી તા.૧૫.૦૬. ૨૦૨૪ સુધીમાં સરકારી કચેરી, જાહેર સ્થળ બસ સ્ટેન્ડ, વૃધ્ધાશ્રમ, નારી સંરક્ષણ ગૃહ ખાતે આરોગ્ય કેમ્પ તેમજ સાઇકલ રેલી જેવી પ્રવૃતિઓ કરવાની હોય જેમાં આજરોજ જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક ના માર્ગદર્શન હેઠળ અને નાદોદ બ્લોક ના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોકટર ધનંજય વલવી ના આયોજનથી તાલુકાનાં હેડક્વાટર એવા રાજપીપળા ની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે થી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ સાઇકલ રેલીમાં ૩૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ જોડાયા અને રેલી જૂની સિવિલ થી ઝુંડા મંદિર સુધી નિકળી હતી
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
