તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 10th June 2024
ભારત સામે મેચ હાર્યા બાદ મેદાનમાં રડી પડ્યો પાકિસ્તાની ખેલાડી :રોહિત શર્માએ આપ્યો સધીયારો: જુઓ વિડિઓ
T20 વર્લ્ડ કપ 2024 ટીમ ઈન્ડિયા સામે 6 રનથી મેચ હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ મેદાન પર જ રડવા લાગ્યા

https://x.com/vannumeena0/status/1799984160985211208
મુંબઈ : રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની કાંટાળી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા સામે ખૂબ જ નજીકની મેચ હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ મેદાન પર જ રડવા લાગ્યા હતા. પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહને રડતો જોઈને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ તેને સપોર્ટ કર્યો હતો,પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો સરળ ટાર્ગેટ હતો, પરંતુ ભારતીય ફાસ્ટ બોલરોએ તેમની આશા પર પાણી ફેરવી દીધું. 120 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાની ટીમને 113 રનના સ્કોર પર રોકી દીધી હતી.
પાકિસ્તાનને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 18 રનની જરૂર હતી, જે બનાવી શકાયો હોત. તે સમયે પાકિસ્તાન તરફથી ઈમાદ વસીમ અને નસીમ શાહ ક્રિઝ પર હાજર હતા. છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર ઈમાદ વસીમ (15)ને આઉટ કરીને પાકિસ્તાનની હાર પર મહોર મારી દીધી હતી. આ પછી નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી પાસે પાકિસ્તાનને જીત તરફ લઈ જવાની તક હતી. નસીમ શાહે પણ છેલ્લી ઓવરના ચોથા અને પાંચમા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તેમ છતાં પાકિસ્તાન મેચ હારી ગયું હતું.
અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં પોતાનો જાદુ બતાવ્યો અને છેલ્લી ઓવરમાં માત્ર 11 રન આપ્યા. ભારત સામેની મેચ 6 રને હાર્યા બાદ નસીમ શાહ અચાનક જ રડવા લાગ્યા હતા. શાહીન શાહ આફ્રિદીએ નસીમ શાહનું દર્દ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ નસીમ શાહના ખભા પર હાથ મૂકીને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો. નસીમ શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
