તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ૧૦૬ અને સ્કીનના ૬૦ દર્દીઓને લાભ
નિદાન કેમ્પમાં ૮૦ લોકોને વિનામૂલ્યે દવા અપાઈ

રાજકોટઃ જાણીતા ફીજીશ્યન ડો.વંદન કાનાબાર અને સ્કિન રોગ નિષ્ણાત વનશ્રી ચંદારાણાનો શરણેશ્વર મહાદેવ મંદિર ધર્મ નગર ખાતે યોજાયેલ વિનામૂલ્યે નિદાન કેમ્પનો દર્દીઓ દ્વારા મોટા પ્રમાણમાં લાભ લીધેલ. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા દર્દોનો ૧૦૬ લોકોએ જયારે સ્કિનનાં વિવિધ દર્દોનો ૬૦ જેટલા રજીસ્ટ્રેશન કરાવેલ દર્દીઓને લાભ મળેલ. આ કેમ્પની વિશેષતા એ હતી કે જરૂરિયાતમંદ ૮૦ લોકોને મર્યાદા પ્રમાણે દવા આપવામાં આવેલ તેમ જણાવાયું છે.
(4:04 PM IST)










