તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જુનાગઢના અકિલાના પત્રકાર સુર્યકાન્તભાઇ જોષીની આજે જન્મજયંતી
મેયર ધારાસભ્ય સાધુ સંતો આગેવાનો સાંજે ઓનલાઇન પ્રાર્થના સભામાં જોડાઇને શ્રધ્ધા સુમન અર્પણ કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૦: જુનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સુર્યકાન્તભાઇ જોષીની આજે ૬૦ મી જન્મજયંતી છે.
સુર્યકાન્તભાઇની વિદાયને દોઢ દાયકો પુર્ણ થયો છે. છતા તેઓ પત્રકાર જગતમાં અમીટ છાંપ છોડી ગયા છે. અકિલાના બ્યુરો ચીફ અને સોરઠ અખબારી જગતના તરવરીયા અને યુવા ઉત્સાહી પત્રકાર સુર્યકાન્તભાઇ જોષી સમાચાર મેળવવામાં અલગ માસ્ટરી ધરાવતા.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના જે તે વખતે એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારી શિવલાલભાઇ જોષીના જયેષ્ઠ પુત્ર સુર્યકાન્ત જોષીએ ૧૯૮રમાં અખબારી ક્ષેત્રમાં પગ મુકી અખબારી યાદી પહોંચાડવાનું કામ શરૂ કરેલ.
આ ક્ષેત્રે તેઓની ધગશ અને ઉત્સાહથી પ્રેરાઇ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાએ સુર્યકાન્ત જોષીને રાજકોટ બોલાવી અકિલા પ્રેસમાં દશેક માસ તાલીમ આપી ત્યાર બાદ જુનાગઢ જીલ્લાના પ્રતિનિધિ તરીકે પસંદગી કરી હતી. જુનાગઢ જીલ્લાની જવાબદારી શીરે આવતા તેઓએ વફાદારી નિષ્ઠા કૌશલ્યના દર્શન કરાવવા માટે સાયકલ ઉપર તમામ પોલીસ મથકોએ રૂબરૂ પહોંચી ઘટનાઓનો તલસ્પર્શી અહેવાલો મેળવી અકિલામાં જાગૃત પત્રકાર તરીકે પ્રતિભા ઉભી કરી.
પિતા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ પરીવારના નાતે પોલીસ તંત્રના રીપોટીંગ ક્ષેત્રે અગ્રસ્થાને રહયા હતા અને ટુંકાગાળામાં અનોખી નામના મેળવી હતી.
અકિલાના પાને સુર્યકાન્ત જોશી નામ ન હોય તેવો દિવસ તેમણે આવવા દીધો ન હતો. સતત નવા સમાચારો આપતા રહેતા અને સોરઠ અખબારી ક્ષેત્રમાં પોલીસ પત્રકાર તરીકે છાપ ઉભી કરી હતી અને ગુજરાત પોલીસ ઉપરાંત જાહેર જીવનના આગેવાનો કાર્યકરો સુયકાન્તભાઇથી અજાણ નહોતા.
અકિલાના બેનર હેઠળ મોટી નામના મેળવી હતી અને આજથી ૧૭ વર્ષ પહેલા કમળાની બિમારીથી રાજકોટ ખાતે સારવાર દરમ્યાન તેઓએ ૪૦ વર્ષની વયે અંતિમશ્વાસ લીધા હતા. આજે પણ દોઢથી વધુ દાયકા થવા છતા પત્રકાર જગતમાં તેઓની અમીટ છાપ છે. જાહેર કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ આજે પણ તેમને યાદ કરે છે. સુર્યકાન્તભાઇ ના અવસાન બાદ તેમના લઘુબંધુ વિનુભાઇ જોશી છેલ્લા સતર વર્ષથી જુનાગઢ જીલ્લાના અકિલાના પ્રતિનિધિ તરીકે કામગીરી સંભાળી રહયા છે.
આજે સાંજે ૭ કલાકે સુર્યકાન્તભાઇની પ્રાર્થનાસભા યોજાનાર છે. જેમાં મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા, વિપુલભાઇ કોટેચા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, માજી ધારાસભ્ય ભીખાભાઇ જોષી તથા સાધુ સંતો પુ.મુકતાનંદ બાપુ પુ.જેન્તીરામ બાપા, પુ. ઇન્દ્રભારતી બાપુ સુખરામદાસ બાપુ વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં ઓનલાઇન જોડાય શ્રધ્ધાસુમન અર્પણ કરશે. સુર્યકાન્તભાઇના પત્ની ગિરાબેન જોષી પુત્ર અભિષેક પુત્રી ઋષિતા જમાઇ મહેશકુમાર ઘનશ્યામભાઇ જોષી (સાઉદી અરેબીયા) તથા ન્યુઝીલેન્ડથી વિરલકુમાર વિનુભાઇ જોષી તથા દિનેશભાઇ તેરૈયા મધુબેન તેરૈયા ભાણેજ કલ્પીત તેરૈયા અવંતીકા તેરૈયા તેમજ ભુમીકાબેન વ્યાસ શ્રેયાક દિલીપભાઇ વ્યાસ અને ચિ.શ્વરા તેમજ રિવા વગેરે પુષ્પાંજલી અર્પણ કરશે. (મો.નં. ૯૮રપ૦ ૪૯૭૦ર)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
