તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
NIA કંપની દ્વારા ઇન્ટરેકિટવ પ્રવૃતિની બિઝનેસના વિકાસની તક
અમેરિકન કંપની 'નેટવર્ક ઇન એકશન'ના રાજકોટ ચેપ્ટરના પ્રથમ ગ્રુપનો પ્રારંભ થતા સ્થાનિક વિકાસ માટે તકઃ આ કંપની બિઝનેસકર્તાઓ વચ્ચે પરસ્પર માહિતીના આદાન-પ્રદાનની પ્રવૃતિ કરે છે

રાજકોટઃ અમેરિકન કંપની 'નેટવર્ક ઇન એકશન' ના રાજકોટ ચેપ્ટરના પ્રથમ ગ્રુપનો આરંભ થતા સ્થાનિક બિઝનેસના વિકાસ માટે સંપૂર્ણ તક ઊભી થઈ રહી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
NIA કંપનીની સ્થાપના યૂએસએના એક પ્રતિષ્ઠિત સંસ્થાપક શ્રી સ્કોટ ટેલી દ્વારા, વર્ષ ૨૦૧૪ માં કરવામાં આવી હતી. આજે યૂએસએ, કનેડા, ગુયાના, લાત્વિયા, લિથુઆનિયા, સુરીનામ જેવા વિવિધ દેશોમાં સ્થાનિક ચેપ્ટર પરિણામદાયક કાર્ય કરી રહ્યા છે.
NIA કંપની બિઝનેસકર્તાઓ વચ્ચે પરસ્પર માહિતીના આદાન-પ્રદાનની પ્રવૃત્તિ કરે છે. બિઝનેસમેનની પોતાની કાર્યપદ્ઘતિમાં યોગ્ય ફેરફાર સૂચવી, પરસ્પર સંપર્ક સાધી, ઇન્ટરેકિટવ પ્રવૃત્ત્િ। દ્વારા વ્યવસાયીઓનું નેટવર્ક ગોઠવવામાં અતિશય ઉપયોગી થાય છે, જે વ્યવસાયની સફળતાનો પાયો નાખે છે. NIAના સ્થાનિક ચેપ્ટર બિઝનેસકર્તાઓ સાથે વ્યકિતગત લીડરશિપ અને ઓનલાઇન મિટિંગ કરવાની વ્યવસ્થા ગોઠવે છે. આ ગ્રુપ મિટિંગમાં પરસ્પર પરિચય કરાવવામાં આવે છે. તે ઉપરાંત, દર મહિને બે વખત બિઝનેસ વિકાસને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. NIA કંપનીની ઓનલાઇન યુનિવર્સિટીમાં અનેક પ્રકારની વ્યવસાયી કુશળતા વધારનારા કોર્સિસ ઉપલબ્ધ છે. આ કોર્સથી બિઝનેસમેનની આગવી ઓળખ ઊભી થાય છે અને વ્યવસાયને લગતી નિપુણતા પ્રાપ્ત થાય છે.
NIA કંપનીની બિઝનેસમેન માટે ઘ્ય્પ્ સોફટવેર પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા વ્યવસાયોમાં ઉચ્ચ ઉત્પાદકતા મેળવવામાં આવે છે. NIA એ એકમાત્ર કંપની છે જે બિઝનેસમેનને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની ગેરંટી આપતી હોવાનું જણાવાયું છે. NIA બિઝનેસના માલિકો, સ્ટાર્ટઅપ ઉત્સાહી, સર્વિસ સેકટર અને મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે તેમના વ્યવસાયનું નેટવર્ક વધારવા, અનુભવીઓ પાસેથી નવું શીખવા, પરસ્પર માહિતીની આપ લે કરી વિશ્વાસ વધારવા અને પ્રભાવશાળી સંપર્કો વધારવા માટેનું ઉત્ત્।મ પ્લેટફોર્મ છે.
NIA રાજકોટનું પ્રથમ ચેપ્ટર ૧૨ જૂનના લોન્ચ થવાનું છે.કંપની રાજકોટના બિઝનેસ ઓનર્સને આમંત્રણ આપે છે. લોન્ચ મીટિંગ માટે રજીસ્ટર કરવા અને NIA વિશે વધુ માહિતી મેળવવા માટે તરંગ દેસાઈ (મો.૯૫૧૦૧ ૦૩૧૪૯)નો સંપર્ક કરી શકાય છે.
(11:38 AM IST)










