તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
કોડિનારમાં ટ્રકે બાઈકને ઠોકર મારતા યુવાનનું મૃત્યુ : બીજો ગંભીર
ત્રણ જેસીબીની મદદથી ટ્રકને ઉંચો કરી યુવાનને બચાવ્યો

કોડિનાર, તા.૧૦: વિકટર રાજુલા પંથકમાંથી જીપ્સમ ભરી સુત્રાપાડા જતાં હેવી લોડ ભરેલા ટ્રકો આખો દિવસ બાયપાસ ફરવાને બદલે શહેરની વચ્ચેથી પસાર થતા હોઈ જેનાં કારણે રોજિંદુ ટ્રાફીક જામ થઇ જાય છે ગત રાત્રિના પ્રવીણભાઈ શંકરભાઈ સોલંકી (કોડીનાર) અને દેવળી ગામનો અભેસિંહ ચૂડાસમા બાઈક પર આવતા હતાં ત્યારે અજંતા ટોકીઝ હરીઓમ ચોકડી પાસે સામેથી આવતા જીપ્સમ ભરેલા ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર બંને યુવાનો ઉપર ટ્રક ફરિવળતા બંને યુવકો ટ્રક હેઠળ ગંભીર રીતે ફસાયા હતા આ અકસ્માતની જાણ થતાંજ નગર પ્રમુખ શીવાભાઈ સોલંકી, પી. આઇ. ભોજાણી,કોળી સમાજના યુવાનો તેમજ સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ટ્રક હેઠળ ફસાયેલા યુવાનોને બહાર કાઢવામાં જોડાયા હતા. તાત્કાલિક જેસીબી બોલાવી ટ્રકને ઉંચો કરી પ્રવીણ નામના યુવાન ને ગંભીર રીતે ઘાયલ હાલત માં મહા મહેનતે બચાવી અને સારવાર માટે રા નાં.વાળા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે દેવળી ગામનાં અભેસિંહનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે અકસ્માત એટલો ગંભીર હતો કે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ રહ્યો હતો આ તકે સ્થાનિકોનું કહેવું હતું કે આ વિસ્તારમાં મોટા વાહનો પસાર થવાથી દિવસ દરમિયાન ભારે પ્રમાણમાં ટ્રાફિકજામ રહે છે તો મોટા વાહનોને બને તેટલા બાયપાસ રોડ ઉપરથી ફેરવે તો શહેરની ટ્રાફિક સમસ્યા હાલ થઈ શકે તેમ છે અને અકસ્માતને નિવારી શકાય.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
