News of Monday, 10th June 2024
ઉનાળામાં બૂટમાં પરસેવો અને દુર્ગંધથી મળશે છુટકારો
એફડીડીઆઇ જોધપુરે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી બનાવ્યા બુટ

જોધપુર તા. 10: રાજયમાં ફુટવેરના ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ અને રિસર્ચ માટે પ્રસિધ્ધ સંસ્થા એફડીડીઆઇ જોધપુરે હવે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું નકકી કર્યું છે. તેણે શહેરના એક સ્ટાર્ટઅપ સોલ ક્રાફટને પોતાની ફુટવેર ડીઝાઇન અને ટેકનોલોજીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યું જેના કારણે સ્ટાર્ટઅપ કંપનીએ પોતાના ફુ઼ટવેરનો મોટો ભાગ વેસ્ટ પ્લાસ્ટીકને રીસાયકલ કરીને તૈયાર કર્યો અને પર્યાવરણીય નુકસાનને ઘટાડીને પર્યાવરણીય સંરક્ષણ વધારવાનું કામ કર્યું છે.
આ પ્રક્રિયામાં બુટનો ઉપરનો ભાગ બનાવવા માટે વેસ્ટ પ્લાસ્ટીકને રીસાયકલ કરીને તેનોઉપયોગ કરાયો છે. જયારે સોલનું આયુષ્ય જાળવી રાખવા માટે રબ્બરના ટાયરને રીસાયકલ કરાયા છે. તો ઇનર સોલ માટે વાંસ, ચાર્કોલનો ઉપયોગ કર્યો છે. જે પરસેવાને શોષવાનું કામ કરે છે અને બુટમાં ઉભી થતી દુર્ગંધને દૂર કરે છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
