News of Monday, 10th June 2024
ચાર બંધકોને બચાવવા જતા ઇઝરાયેલના હુમલામાં 274 પેલેસ્ટીનિયન નાગરિકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસના તાબામાં રહેલા ચાર બંધકોેને બચાવવા ઈઝરાયેલના હુમલા દરમ્યાન ઓછામાં ઓછા ૨૭૪ પેલેસ્ટિયનોના મોત થયા હતા જ્યારે સાતસોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયેલના લશ્કરે આપેલી જાણકારી મુજબ ગાઝામાં ઊંડે સુધી દિવસ દરમ્યાન કરાયેલા હુમલામાં તેણે ભારે ગોળીબારીનો સામનો કરવો પડયો હતો. ઈઝરાયેલમાં ચાર બંધકોની મુક્તિની ભારે ઉજવણી કરવામાં આવી હતી. ફેબુ્રઆરીમાં બે બંધકો બચાવવા કરાયેલા હુમલા દરમ્યાન લગભગ ૭૪ પેલેસ્ટિયનો માર્યા ગયા હતા. બચાવ કામગીરીમાં ઈઝરાયેલના એક લશ્કરી અધિકારીનું પણ મોત થયું હતું. બંધકોને બચાવવાના હેતુથી નુસરત નિરાશ્રીત કેમ્પ પર કરાયેલી તાજેતરની કાર્યવાહી ૭ ઓક્ટોબર પછી ગાઝા પર કરાયેલો સૌથી ભીષણ હુમલો હતો. ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલામાં આશરે ૧,૨૦૦ લોકોના મોત થયા હતા જ્યારે લગભગ ૨૫૦ જેટલા લોકોને બંધક બનાવાયા હતા. ત્યાર પછી ઈઝરાયેલના હુમલામાં ૩૬ હજારથી વધુ પેલેસ્ટિયનોના મોત થયા છે. બંધકો નોઆ આર્ગામની (૨૬), એલમોગ મેર જેન (૨૨), એન્ડ્રે કોઝલોવ (૨૭) અને શ્લોમી ઝીવ (૪૧)ને ભારે ગોળીબારી વચ્ચે બચાવી લેવાયા હતા. આર્ગામનીના અપહરણનો વીડિયો ભારે વાયરલ થયો હતો. તેને સંગીત જલસામાંથી ઉપાડી જવામાં આવી હતી. તેની મુક્તિ પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે જ્યાં તેની માતાની પણ સારવાર થઈ રહી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
