<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

શહેર ટ્રાફિક પોલીસે બે મહિનામાં કાળા કાચ સાથે નીકળેલા ૬૮૬૪ ચાલકોને દંડ ફટકાર્યો

કાળી ફિલ્‍મ વેંચનારા ૬ વેપારીઓ સામે પણ કેસ કરાયાઃ ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવાની ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧૦: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં શહેર ટ્રાફિક પોલીસે જે વાહનચાલકો કાળાકાચ રાખીને નીકળતા હોય તેને શોધી કાઢી દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આવા કુલ ૬૮૬૪ કેસ કરવામાં આવ્‍યા છે.

શહેરના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે શહેર ટ્રાફિક પોલીસ સતત ડ્રાઇવ યોજતી રહે છે અને દંડની કાર્યવાહી કરે છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના કહેવા મુજબ તા. ૬-૪-૨૪ થી તા. ૬-૬-૨૪ સુધીમાં બે મહિનાના ગાળામાં શહેરમાં અલગ અલગ સ્‍થળે ડાર્ક ફિલ્‍મને લગતી ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં જે વાહનમાં કાળા કાચ હોય તેવા વાહનચાલકોને શોધી કુલ ૬૮૬૪ કેસ કરવામાં આવ્‍યા હતાં. તેમજ કારના કાચ માટે ડાર્ક-કાળી ફિલ્‍મ વેંચનારા ૬ વેપારીઓ સામે પણ ગુના દાખલ કરવામાં આવ્‍યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અને ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવા તથા તેમની ટીમોએ આ કામગીરી કરી છે.

(4:05 PM IST)