<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

કેનેડામાં વધુ એક ભારતીય યુવાનની ગોળી મારી હત્‍યા

એકનો એક પુત્ર ગુમાવી ચૂકેલ માતાએ કહ્યું કે કેનેડાની સરકારે સમજવું જોઇએ કે માતા-પિતા તેમના બાળકોના નિર્જીવ મૃતદેહ પાછા મેળવવા માટે નહી : ઘણા સપનાઓ સાથે કેનેડા મોકલે છે

નવી દિલ્‍હી તા. ૧૦ : કેનેડામાં સરે ખાતે પંજાબના ૨૮ વર્ષના સેલ્‍સ એક્‍ઝિકયુટિવ યુવરાજ રાજેશ ગોયલની ગોળી મારી હત્‍યા કરવામાં આવી છે. આ બારામાં કેનેડાની પોલીસે ચારની અટકાયત કરી છે.

લુધિયાણાથી કેનેડા ગયેલા રાજેશે અભ્‍યાસ પૂરો કરી તાજેતરમાં જ કેનેડાની પરમેનન્‍ટ રેસીડેન્‍સી મેળવી હતી. હત્‍યા કરવાનું કારણ જાણવા મળતું નથી.

પોલીસે ચાર શકમંદોની ઓળખ કરી છે - મનવીર બસરામ, ઉં ૨૩, સાહિબ બસરા ૨૦, હરકીરત ઝુટ્ટી ૨૩, તથા કેઇલોન ફ્રાન્‍કોઇસ ૨૦, ઓન્‍ટારિયો, તેમની સામે ફર્સ્‍ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્‍યો છે.

મરનાર રાજેશ સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે કામ કરતો હતો. પિતા રાજેશ ગોયલ લાકડાનો ધંધો કરે છે, માતા શકુન ગોયલ ગળહિણી છે.

માતા શકુન ગોયલે તાજેતરમાં માર્ચમાં પુત્ર  યુવરાજની મુલાકાત લીધી હતી, તેણે કહ્યું હતું કે તેઓ ભારે આઘાતમાં છે. યુવરાજને કોઈ  દુશ્‍મન નથી. ‘મેં તેની સાથે ઘટનાના થોડા સમય પહેલા વાત કરી હતી.  તે પોતાની કારમાં બેસી જિમથી ઘરે પરત ફરી રહ્યો હતો.  તેણે મને સૂઈ જવાનું કહ્યું કારણ કે અહીં ભારતમાં રાતનો સમય હતો. તેણે કહ્યું કે તે પછીથી કોલ કરશે.'

 પોતાના  એકના એક પુત્રના મોતથી વ્‍યથિત માતા શકુન અને પિતા રાજેશે કહ્યું કે કેનેડિયન સરકારે સમજવું જોઈએ કે માતાપિતા તેમના બાળકોને તેમના નિર્જીવ મળતદેહોને ઘરે પરત મેળવવા માટે કેનેડા મોકલતા નથી.  ‘મને નથી લાગતું કે કોઈ અમને ન્‍યાય આપી શકે, અમારા પુત્રને કોઈ પરત લાવી શકે.'  કેનેડાની સરકારે સમજવું જોઈએ કે ‘માતા-પિતા તેમના બાળકોના નિર્જીવ મળતદેહ પાછા મેળવવા માટે નહીં, ઘણા સપનાઓ સાથે કેનેડા મોકલે છે,' અસ્‍વસ્‍થ બની ગયેલ માતાએ ભારે વ્‍યતીત હૈયે કહ્યું હતું.

(12:14 PM IST)