<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

મોરબીમાં મ્યુનીસીપલ કમિશ્નરની મુલાકાત પૂર્વે પાલિકાએ સફાઈ અભિયાન શરુ કર્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :રીઝનલ મ્યુનીસીપલ કમિશ્નર મોરબીની મુલાકાતે પધારવાના છે ત્યારે અધિકારીની મુલાકાત પૂર્વે મોરબી નગરપાલિકાને સફાઈ અભિયાન શરુ કરવાનું યાદ આવ્યું હતું અને અધિકારી સામે બધું રૂડું રૂપાળું દેખાડવા માટે પાલિકા કચેરીના પાછળના ભાગમાં સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.


મોરબી નગરપાલિકા કચેરી પાછળના ગ્રાઉન્ડમાં પાલિકાનું નવું બિલ્ડીંગ બની રહ્યું છે આવતીકાલે રીઝનલ મ્યુનીસીપલ કમિશ્નર મોરબી પાલિકાની મુલાકાતે આવવાના હોય જેને પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું પાલિકા કચેરીના પાછળના ગ્રાઉન્ડમાં ભારે ગંદકી અને દરેક ચીજવસ્તુ આડેધડ જોવા મળતી હતી પરંતુ ઉચ્ચ અધિકારીની મુલાકાત સમયે બધું સારું લાગવું જોઈએ ને તેવા ભાવથી પાલિકાએ સફાઈ ઝુંબેશ શરુ કરી હતી આવતીકાલે કમિશ્નર પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

(1:01 AM IST)