તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
આવતા રવિવારે UPSCની રાજકોટમાં પરીક્ષાઃ ૩૦ર૪ ઉમેદવારો
પેપરો આવી પહોંચ્યાઃ કલેકટરમાં સ્ટ્રોંગ રૂમ ર૪ કલાક સુરક્ષાઃ પુરવઠા તંત્રની કચેરીમાં ખાસ કન્ટ્રોલ રૂમ રહેશે ૧ર કેન્દ્રો ફાઇનલઃ ત્રણેય પ્રાંતને મોનીટરીંગ સોંપાયું: લોકમેળાની મીટીંગ આવતા અઠવાડિયેઃ ચૂંટણીનું મહેકમ ૩૦ જુન સુધી લંબાવાયું વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કલેકટર પાસે દોડી આવ્યાઃ રૈયા-જસદણ-સરધાર પંથકમાં દલીતોને સાંથણીની જમીનના પ્રશ્નો અંગે રજૂઆતો ર૦૧૭ માં ઉચાપત કેસમાં ટર્મીનેટ કરાયેલ. નાયબ મામલતદાર સપના સોઢા કેસમાં ગાંધીનગરથી ઇન્કવાયરી

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટને સતત ૧૦મા IAS-IPS-IRS વર્ષ માટે લેવાતી પ્રીલીમનરી UPSC પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું છે, અને આગામી તા. ૧૬ ના રવિવારે રાજકોટમાં ૧ર કેન્દ્રો ઉપર બે ભાગમાં પરીક્ષા લેવાશે. તેમ કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.
તેમણે જણાવેલ કે પરીક્ષા અંગે કલેકટરને સૂકાન સોંપયું છે, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમજ પરીક્ષા કેન્દ્રો આસપાસ ૧૪૪ મી કલમ - ઝેરોક્ષ સેન્ટરો બંધ સહિતના ટૂંકમાં આદેશો કરાશે, રવિવારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના થઇને કુલ ૩૦ર૪ ઉમેદવારો પરીક્ષા આપશે, પેપર-૧ સવારે ૯ાા થી ૧૧ાા, અને બપોરે રાા થી ૪ાા નો સમય રહેશ, ઉમેદવારો કેન્દ્રની અંદર કોઇપણ પ્રકારની ઇલેકટ્રીક વસ્તુ, એવી ઘડીયાળ, કેલ્યુકલેટર વિગેરે લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે,
બહારગામથી આવતા ઉમેદવારોને માટે સીટી બસની વ્યવસ્થા માટે કોર્પોરેશનને કહેવાયું છે.
પરીક્ષા સંદર્ભે કલેકટરે રાજકોટના ત્રણેય પ્રાંતને મોનીટરીંગ સોંપ્યું છે, પેપરો દિલ્હીથી આવી ગયા છે, અને કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં સ્ટ્રોંગ રૂમ, બનાવી ત્યાં સીલ કરાયા છે, તથા ર૪ કલાકનો હથિયારધારી પોલીસ પહેરો મૂકી દેવાયો છે, આ ઉપરાંત પરીક્ષાના દિવસે રાજકોટ પુરવઠાની કચેરીમાં ખાસ કન્ટ્રોલ રૂમ પણ આખો દિવસ ચાલુ રહેશે.
દરમિયાન કલેકટર આજે ‘અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે યુપીએસસી પરીક્ષા અંગે તમામ તૈયારીઓ છે, રાજકોટના લોકમેળા અંગે અમે આવતા અઠવાડીયે મીટીંગ કરી સ્થળ અંગે ફાઇનલ નિર્ણય લઇશું.
બીજી બાજુ આજે વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી અન્ય લોકો સાથે કલેકટર પાસે દોડી આવ્યા હતા, જેમાં રૈયામાં દલીત પરીવારને અપાયેલ સાંથણીની જમીનમાં અન અધિકૃત કબજો, જસદણના વડોદ ગામનો જમીનનો પ્રશ્ન, તો સરધારમાં એકસ આર્મીમેનને અપાયેલ ૧૦૦ ચો. મી. જમીનના પ્લોટ અંગે તથા માડા ડૂંગરમાં કરૂણા ગૌશાળા કે જે સરકારી જમીન પર હોય, તે ખાલી કરવા પૂર્વ મામલતદારની નોટીસ અંગે કલેકટરને રજૂઆતો કરાઇ હતી.
દરમિયાન ર૦૧૭ માં નાયબ મામલતદાર સપના સોઢા, દ્વારા ઉચાપત કેસ અંગે ગાંધીનગરથી ઇન્કવાયરી આવતા કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે, કલેકટર હવે કોઇપણ એક પ્રાંતને જવાબ સાથે ગાંધીનગર મોકલશે, અત્રે એ નોંધનીય છે કે, આ કેસમાં ઉપરોકત નાયબ મામલતદારને તંત્ર દ્વારા ટર્મીનેટ કરાયાનું કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
બીજી બાજુ ચૂંટણીનું મહેકમ તા. ૩૦ જૂન સુધી લંબાતા અને મોન્સુનનું મહેકમ આવી જતા સંખ્યાબંધ નાયબ મામલતદારો- કારકૂનના કલેકટર દ્વારા ટૂંકમાં ઓર્ડરો નીકળી રહ્યાનું સાધનો કહી રહ્યા છે.
(4:50 PM IST)










