<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

જાણો પીએમ મોદીએ ક્યાં-ક્યાં મંત્રાલય પોતાની પાસે રાખ્યા ?

વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ જેમાં મંત્રાલયોની વહેંચણી કરાઈ

નવી દિલ્હી :4 જૂને લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ NDA સરકારની રચના કરવામાં આવી હતી. ગઈકાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ તેમના સાથી પ્રધાનો સાથે શપથ લીધા અને આજે સોમવારે તેમણે પ્રથમ કેબિનેટ બેઠક યોજી અને મંત્રાલયોની વહેંચણી કરી. મંત્રાલયોની વહેંચણીમાં અગાઉની સરકારની ઝલક જોવા મળી છે. ટોચના 4 ના મંત્રાલયો જેની પાસે હતા તેને આપવામાં આવ્યા હતા. સાથે જ પીએમ મોદીએ કેટલાક મંત્રાલયો પણ પોતાની પાસે રાખ્યા છે.

 પીએમ મોદીએ કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ વિષયક મુદ્દાઓ તેમજ અન્ય તમામ વિભાગો જાળવી રાખ્યા છે જે કોઈપણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી

   ડૉ. જિતેન્દ્ર સિંહ PM મોદી સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, મંત્રી તરીકે કામ કરશે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્યને અણુ ઊર્જા વિભાગમાં રાજ્ય મંત્રી અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આમાં મોટાભાગના વિભાગ એવા છે કે જેની જવાબદારી પીએમ મોદીએ પોતાની પાસે રાખી છે.

(8:46 PM IST)