News of Monday, 10th June 2024
વડોદરાના સમા વિસ્તારમાં વોકિંગમાં નીકળેલ દંપતીને અડફેટે લઇ સ્કોર્પિયો કારચાલક ફરાર : પત્નીનું ઘટનાસ્થળે જ મોત
અકસ્માત કર્યા બાદ કાર સમા ખાતેના એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ:સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

વડોદરાના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. વોકિંગ કરવા નીકળેલા પતિ-પત્નીને પૂર ઝડપે આવેલી સ્કોર્પિયોના કારચાલકે અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. જેમાં પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
શહેરના સમા વિસ્તારમાં એક દંપતી ચાલવા નીકળ્યું હતું. જે દરમિયાન પતિ પત્નીને અકસ્માત નડ્યો હતો. પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો કારે પતિ પત્નીને અડફેટે લીધા હતા. જેમાં પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થતા પતિ આઘાતમાં સારી પડ્યો છે.
કારચાલક અકસ્માતને અંજામ આપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, અકસ્માત કર્યા બાદ કાર સમા ખાતેના એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. જોકે, આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
