તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
દરિયામાં બોટ-વહાણને પ્રતિબંધ છતાં ૧૬ કરોડનું ડ્રગ્સ કયાંથી આવ્યુ?
દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં વરવાળા પાસેથી મળેલા ડ્રગ્સ અંગે જીલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેની આગેવાનીમાં તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના વરવાળા પાસે દરિયા નજીકના વિસ્તારમાં પોલીસને સોળ કરોડ ઉપરાંતનો માદક ડ્રગ્સનો પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ ચોમાસાનો સમય હોય દરીયામાં બોટ વહાણને જવા તંત્રનો કડક પ્રતિબંધ છે ત્યારે આ જથ્થો કયાંથી આવ્યો ? તે મોટો પ્રશ્ન છે...!! એમ કહેવાય છે કે દ્વારકા તથા કચ્છનો ગાંધીધામ વિસ્તાર ખાડી વિસ્તાર હોય ત્યાં ભરતી ઓટમાં અનેક વિસ્તારોમાં દિવસો સુધી ઓટના સમયમાં પાણી ભરાયેલું રહેતું હોય તથા આ ખાડીનો વિસ્તાર દરિયાથી દૂર હોય અહીં કોથળીમાં પેક કરીને ડ્રગ્સનો જથ્થો ઉતારીને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી લાવી ને ડ્રગ્સના તસ્કરો ચાલ્યા જાય પછી સ્થાનિકોની મદદથી પોલીસની ધ્યાન બહાર આ જથ્થો લઇને પછી સડક માર્ગે મુંબઇ તથા અન્ય સ્થળોએ પર મોકલાયા...!!
પરંતુ સ્થાનીક પોલીસના પો. સ. ઇ. આર. એચ. સુવા તથા એસ. ઓ. જી.ના એ. એલ. આઇ. અશોકભાઇ સવાણી, ને ખાનગી હકિકત મળતા સોળ કરોડ ઉપરાંતનું આ ડ્રગ્સ મળી ગયું...!!
જો કે ડ્રગ્સ માફીયાઓ થોડો જથ્થો અમુક સ્થળે રાખીને બીજો મોટો જથ્થો કાઢી જવાનો પ્લાન તો નથી. કરતા ને તે દિશામાં પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉંડી તપાસ કરી રહ્યા છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
