<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

જૂનાગઢમાં મોડી રાત્રે યુવાનની હત્‍યા કરી પાડોશી યુવક ફરાર

પૈસાની લેતી દેતી બાબતે છરીના ઘા ઝીંકી હત્‍યા નીપજાવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦  : જૂનાગઢમાં મોડી રાત્રે યુવાનની હત્‍યા કરી પાડોશી યુવક ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના દોલતપરામાં આવેલ રામદેવપરામાં હુસેની ચોક પાસે રહેતા સંજયભાઈ ભુપતભાઈ મકવાણા ઉ. વ. ૩૩ નામના યુવક પાસે મોડી રાત્રે પડોશમાં રહેતો દેવો ઉર્ફે લેંડી ચૌહાણ નામના હિસાબે રૂપિયા ૫૦૦ માંગ્‍યા હતા. પરંતુ યુવાને પૈસા આપવાની ના પાડતા દેવો ઉર્ફે લેંડી ઉશ્‍કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસેની છરી વડે સંજય મકવાણા ઉપર હુમલો કરતા ગંભીર ઇજા થવાથી તાત્‍કાલિક યુવાનને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો પરંતુ ફરીથી પરના તબીબે યુવાનને મળત જાહેર કર્યો હતો.

આ બનાવની જાણ થતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, વત્‍સલ સાવજ સહિતના પોલીસ અધિકારીઓ, જવાનોનો કાફલો ઘટના સ્‍થળ પર દોડી ગયો હતો. અને હત્‍યા બાદ નાસી છૂટેલા શખ્‍સને ઝડપી લેવા ઝઘડો ગતિમાન કર્યા હતા.

આ બનાવ અંગે મળતકના ભાઈ અરવિંદ ઉર્ફ ગગન મકવાણાની ફરિયાદ લઇ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:07 AM IST)