News of Monday, 10th June 2024
રાયપુરમાં જ બાળપણ વિતાવનાર જૈન સંતો-સતીજીના ત્યાં જ ચાતુર્માસ યોજાશે
પૂ. પ્રિયદર્શી વિ.મ.ની દિક્ષાના ર૪ વર્ષ બાદ વતનમાં પધરામણીઃ છત્તીસગઢની રાજધાનીમાં હર્ષોલ્લાસ

રાયપુર તા. ૧૦ :.. જૈનોના ચાતુર્માસનો ર૦ મીથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે છતીસગઢના રાયપુર ખાતે બાળપણ વિતાવનાર બે સંત તથા એક મહાસતીજી ચાતુર્માસ માટે પધારવાના ભાવ ધરાવે છે. જેથી રાયપુરના જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે. શહેરના વિવેકાનંદનગરમાં આ વર્ષે ધોર તપસ્વી મુનિ પ્રિયદર્શી વિજયજી મહારાજ ચાતુર્માસમાં બિરાજવાના છે. જયારે કૈવલ્યધામમાં પૂ. યોગી મહેન્દ્ર સાગરજી તથા પૂ. મનીષ સાગર મહારાજ ચાતુર્માસમાં નિશ્રામ પ્રદાન કરનાર છે. જયારે વિવેકાનંદનગરમાં પૂ. ચિંતનનિધી શ્રીજી પણ બિરાજમાન થનાર છે.
પૂ. પ્રિયદર્શી વિ. મહારાજે ૧૯૯૯ માં રપ વર્ષની યુવા વયે ભુવાનભાનુ સમુદાયમાં દિક્ષા ગ્રહણ કર્યા બાદ તેઓ ર૪ વર્ષથી તપસ્યામાં લીન રહેલ. આ આકરી તપસ્યાઓના કારણે તેમની ઓળખ ધોર તપસ્વી તરીકેની થઇ છે.
જયારે રાયપુરના જ ગીતેશ લલવાણીએ ર૦ર૧ માં ર૭ વર્ષની ઉમરે પ્રવજયા પંથે પ્રયાણ કરી પૂ. હર્ષવર્ધન સાગર મહારાજ બન્યા હતાં. તેમણે સંસારી જીવનમાં સીવીલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે. તેમનું પહેલું ચાતુર્માસ દિલ્હીમાં યોજાયું હતું.
ઉપરાંત વિવેકાનંદનગરમાં ચાતુર્માસમાં શ્રાવકોને સાનિધ્ય આપનાર પૂ. ચિંતનનિધી મહાસતીજી પણ રાયપુરના જ છે. તેમનું સંસારી નામ ખુશ્બુ વૈદ છે. ૮ વર્ષે પહેલા પૂ.શ્રીએ ર૦૧૬ માં વડોદરા ખાતે જૈન ભગવતી દિક્ષા અંગીકાર કરી હતી. દિક્ષા બાદ પ્રથમવાર તેઓ વતન રાયપુર ખાતે પ્રવેશ કરનાર છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
