<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ડભોઇ પંથકમાં વરસાદ

રાજકોટ તા. ૧૦: હવામાન વિભાગની આગાહી અનુસાર ડભોઇ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો હતો. પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ રોડ ઉપર ઉડવા લાગી જોરદાર પવનથી દુકાનોના મંડપ પણ ઉડવા લાગ્‍યા. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત અનુભવતા પંથકવાસીઓ ૯ભોઇ શહેર અને તાલુકામાં જોરદાર પવન ફૂંકાયો હતો.

ડભોઇ તાલુકાના ચાંદોદ પંથકમાં વરસાદની એન્‍ટ્રી થતા યાત્રાધામ ચાંદોદ કરનાળી નવા-જૂના માંડવા સહિતના ગામોમાં વરસાદ વરસ્‍યો હતો. પવનના સુસવાટા અને વંટોળ સાથે વરસાદ ચાંદોદના નર્મદા કિનારે કેટલાક યાત્રીકો મંડપ નીચે દોડી ગયા તો કેટલાક યાત્રિકોએ વરસાદી સ્‍નાન કરી ગરમીથી રાહત મેળવી હતી.

(3:47 PM IST)