તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
વડાપ્રધાન મોદીની નવી ટીમ તૈયાર : મંત્રીઓને વિભાગોની વહેંચણી : જુઓ કોને કયું મંત્રાલય અપાયું તેનું આખું લીસ્ટ
અમિતભાઇ શાહના હાથમાં ફરી ગૃહમંત્રાલયની જવાબદારી : રાજનાથસિંહ ફરી રક્ષામંત્રી અને નિર્મલા સીતારામન ફરી નાણામંત્રી બન્યા : મનસુખ માંડવીયાને શ્રમ અને રોજગાર મંત્રાલય અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ત્થા સી. આર. પાટીલને જળશક્તિ મંત્રાલય અપાયું : જે. પી. નડ્ડા ને અપાયું સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે
આજ રોજ મંત્રીઓના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
અમિતભાઇ શાહ :મોદી 3.0 માં ગૃહમંત્રાલયની જવાબદારી અમિતભાઈ શાહના હાથમાં જ રહેશે.
રાજનાથ સિંહ: મોદી 3.0 માં રક્ષા મંત્રાલયની જવાબદારી રાજનાથ સિંહ પાસે જ રહેશે.
નિર્મલા સીતારામન:ફરી એકવાર નાણાં મંત્રાલયની નિર્મલા સીતારામનના હાથમાં જ રહેશે.
નીતિન ગડકરી: મોદી 3.0 માં નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. તેમની સાથે આ મંત્રાલય માટે બે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એક અજય ટમ્ટા અને એક હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
એસ. જયશંકર :મોદી 3.0 માં ફરી એકવાર એસ. જયશંકરને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
સી આર પાટિલ: ગુજરાત નવસારી બેઠક પરથી બમ્પર જીત મેળવી દિલ્હી દરબારમાં સ્થાન મેળવનાર સી આર પાટિલને જળશક્તિ મંત્રાલયનું ખાતું સોંપવામાં આવ્યું છે.
અશ્વિની વૈષ્ણવ :મોદી 3.0 માં રેલ મંત્રાલયની જવાબદારી અશ્વિની વૈષ્ણવને સોંપવામાં આવી છે
મનોહર લાલ ખટ્ટર: ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય
મનસુખભાઇ માંડવિયાને શ્રમ-રોજગાર,
એસ જયશંકર વિદેશ મંત્રાલયમાં જ રહેશે.
શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
મનોહર લાલ ખટ્ટરને ઉર્જા વિભાગ આપવામાં આવ્યો છે.
નીતિન ગડકરીની સાથે રાજ્યના બે મંત્રીઓ પણ હશે. અજય ટમ્ટા અને હર્ષ મલ્હોત્રાને માર્ગ મંત્રી અને પરિવહન રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
મોદી સરકારમાં વિભાગોનું વિભાજન મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય, એસ જયશંકરને વિદેશ મંત્રાલય, અજય તમટા રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બન્યા છે, હર્ષ મલ્હોત્રા, પરિવહન રાજ્ય મંત્રાલય, અમિતભાઈ શાહને ગૃહ મંત્રાલય મળ્યું છે, , રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય મળ્યું છે , અશ્વિની વૈષ્ણવને રેલ્વે અને માહિતી પ્રસારણ મંત્રાલય મળ્યું છે ,મનોહર લાલને બે મંત્રાલયો આપવામાં આવ્યા હતા મનોહર લાલને ઉર્જા અને આવાસ અને શહેરી મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. હરદીપ સિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી મળી છે પીયૂષ ગોયલને વાણિજ્ય મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાનને એચઆરડી મંત્રાલય મળ્યું છે ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી મળી છે શિવરાજ સિંહ ચૌહાણ - કૃષિ, ગ્રામીણ અને વિકાસ મંત્રાલય અને ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય મળ્યું છે
જીતનરામ માંઝીને MSME મંત્રાલય મળ્યું છે કિરેન રિજિજુ સંસદીય કાર્ય મંત્રી બન્યા રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું છે, સીઆર પાટીલ જલ શક્તિ મંત્રી બન્યા છે મનસુખભાઈ માંડવિયાને રમતગમત અને શ્રમ મંત્રી બનાવાયા છે ચિરાગ પાસવાનને રમત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે સર્બાનંદ સોનોવાલને શિપિંગ મંત્રાલયનો હવાલો મળ્યો છે શાંતનુ ઠાકુર- પોર્ટ શિપિંગ રાજ્ય મંત્રી, રવનીત બિટ્ટુને લઘુમતી રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અન્નપૂર્ણા દેવી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપાયું છે

(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
