<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અમેરિકાના આકાશમાં મહાસંકટ યથાવત્: સતત ત્રીજા દિવસે ૧૦,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ અને મોડી પડતાં એરપોર્ટ પર ભારે હાહાકાર:લાખો મુસાફરો રઝળી પડ્યા

ટેકનિકલ ખામી, ખરાબ હવામાન અને સ્ટાફની અછતને કારણે અમેરિકી ઉડ્ડયન સેવા સંપૂર્ણપણે ખોરવાઈ: એરપોર્ટ ટર્મિનલો પર મુસાફરોની કીડિયારું ઉભરાયું:ભારત સહિત વિદેશ જનારા પ્રવાસીઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં હવાઈ મુસાફરી કરનારા લાખો લોકો માટે એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં સર્જાયેલું ભીષણ ફ્લાઇટ સંકટ હજુ પણ થાળે પડવાનું નામ લઈ રહ્યું નથી અને સતત ત્રીજા દિવસે પણ ૧૦,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ (કેન્સલ) થતાં અથવા કલાકો સુધી મોડી (ડિલે) પડતાં સમગ્ર દેશના એરપોર્ટ પર ભારે અફરાતફરી અને હાહાકાર મચી ગયો છે. આ મહાસંકટના કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે અને જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે.

એવિએશન ડેટા ટ્રેકર ફ્લાઇટઅવેરના જણાવ્યા અનુસાર, રવિવારે સમગ્ર અમેરિકામાં 2,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 7,700 ફ્લાઇટ્સ મોડી પડી હતી. શનિવારે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. શનિવારે 6,400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 8,000થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. એક કાર્યક્રમ દરમિયાન ડફીએ સાયબર હુમલાની આશંકાને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની આશા છે. મુસાફરોની સુરક્ષા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની પ્રાથમિકતા છે.

રવિવારે જેટબ્લૂ સૌથી વધુ પ્રભાવિત થયેલી એરલાઇન્સમાં સામેલ હતી. જેટબ્લૂએ રવિવારે પોતાની 28 ટકા ફ્લાઇટ્સ રદ કરી હતી. અમેરિકન એરલાઇન્સની 17 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જ્યારે યુનાઇટેડ એરલાઇન્સ, સાઉથવેસ્ટ અને ડેલ્ટા એરલાઇન્સની 3થી 5 ટકા ફ્લાઇટ્સ રદ થઈ હતી.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંકટ માટે દેશની હાલની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની ખામીને જવાબદાર ઠેરવી છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની વર્તમાન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગભગ 50 વર્ષ જૂની છે અને તેને શક્ય તેટલી વહેલી તકે અપગ્રેડ કરવાની જરૂર છે.

(5:03 PM IST)