તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Monday, 10th June 2024
સીએમ યોગીએ દિલ્હીમાં અમિતભાઈ શાહ અને નીતિન ગડકરી સાથે મુલાકાત કરી: ચૂંટણી પરિણામો બાદ પહેલીવાર મળ્યા
સીએમ યોગીએ બંને વરિષ્ઠ નેતાઓને અભિનંદન આપ્યા : યોગીએ પહેલા અમિતભાઈ શાહ સાથે લગભગ 35 મિનિટ સુધી મુલાકાત કરી

નવી દિલ્હી :મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. 9 જૂને નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ સાથે શપથ લીધા હતા. રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી અને શિવરાજ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિતભાઈ શાહ, નીતિન ગડકરી સહિત અનેક નેતાઓને મળ્યા છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે.
સીએમ યોગીએ પહેલા અમિતભાઈ શાહ સાથે લગભગ 35 મિનિટ સુધી મુલાકાત કરી હતી. સરકારની રચના પછી તરત જ અમિતભાઈ શાહ સાથે સીએમ યોગીની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાહ સાથેની મુલાકાત બાદ યોગીએ કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ગડકરીને નવી સરકારમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
