<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

લક્ષ્મીના ઢોળે માવતરે રીસામણે આવેલી છાયા સોરઠીયાનો ઝેરી ટીકડા પી આપઘાત

સુરેન્‍દ્રનગરમાં રહેતા પતિને અન્‍યસ્ત્રી સાથે લફરૂ હોઇ તેને એક સંતાન પણ હોવાની ખબર પડતા પરિણીતાએ પગલુભર્યુ હોવાનો આક્ષેપ

રાજકોટ : તા. ૧૦: કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળે આવેલી પરિણીતાએ ઝેરી ટીકડી પી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કાલાવડ રેડ પર લક્ષ્મીના ઢોળે માવતરના ઘરે છેલ્લા પાંચમહિનાથી રહેતી છાયા ધમેન્‍દ્ર સોરઠીયા (ઉ.વ. ૨૪) એ ઘરે ઘઉંમા નાખવાના ટીકડી પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાં તેનું સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી.ે ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા યુનિવસિટી પોલીસમથકના પીેએસ.આઇ. રત્‍નુ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક છાંયાના બેવર્ષ પહેલા સુરેન્‍દ્રનગરના ઘમેન્‍દ્ર સોરઠયા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ પતિ ઘમેન્‍દ્રને અન્‍યષાી સાથે લફરૂહોઇ અને તેને  એક સંતાન પણ હોવાની ખબર પડતા પરિણીતાએ આ પગલુ ભર્યુ હોવાનો પરિણીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

(12:27 PM IST)