News of Monday, 10th June 2024
મેરઠ :6 વર્ષના માસુમ બાળકના બાળકનું અપહરણ બાદ ક્રૂર હત્યા :50 લાખની ખંડણી માંગી:ગામ બહાર લાશ મળી
શેરડીના ખેતરમાં લાશ પડેલી મળી:તેના હાથ-પગ બાંધેલા અને મોઢામાં શેરડી ભરી હતી. રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહને મુખ્ય માર્ગ પર મૂકીને ચક્કાજામ કર્યો

ફોટો merath
મેરઠના ઈંચોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ધાનપુર ગામમાં રવિવારે સવારે છ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પત્ર ફેંકી 50 લાખની ખંડણી માંગી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જય ભગવાન યાદવનો પરિવાર ધાનપુર ગામમાં રહે છે. તે શિક્ષક છે.
મળતી માહિતી મુજબ રવિવારે સવારે તેમના પુત્ર સુમિત યાદવનું અપહરણ કરવામાં આવ્યું હતું. થોડા સમય પછી ઘર પાસે એક પત્ર પડેલો જોવા મળ્યો. જેમાં અપહરણકર્તાએ 50 લાખની ખંડણી માંગી હતી. ઘટનાની માહિતી મળતાં જ એસએસપી, ઈંચોલી પોલીસ સ્ટેશન, મવાના અને ભવાનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે આ મામલે ગામના બે લોકોની અટકાયત કરી છે. દરમિયાન બાળકની લાશ ગામની બહાર પડેલી હોવાની માહિતી મળી હતી. છેલ્લી માહિતી મુજબ મૃતકની ઉંમર સાત વર્ષની છે. તેનો મૃતદેહ તે જ ગામમાં શેરડીના ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા અને મોઢામાં શેરડી ભરી હતી
. રોષે ભરાયેલા પરિવારજનોએ લાશને મુખ્ય માર્ગ પર મૂકીને બ્લોક કરી દીધી હતી અને હોબાળો મચાવ્યો હતો. સાત પોલીસ સ્ટેશનના પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિવારજનો મૃતદેહને સ્થળ પરથી હટાવવા દેતા નથી.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
