<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ : ‘સુરત શહેર નહીં, પણ સ્પિરીટ છે’: એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે:સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે: ‘ગ્રીન સિટી’ અને ‘ક્લીન સિટી’ સુરતે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાને જનઆંદોલન બનાવ્યું:નરેન્દ્રભાઈ મોદી :'પીએમ સૂર્યઘર નિ:શુલ્ક વીજળી યોજના'માં ગુજરાત ૨૧ ટકા યોગદાન સાથે દેશમાં લીડ લઈ રહ્યું છે:ભુપેન્દ્રભાઈ પટેલ: સુરત મનપા વેસ્ટ વોટરની ટ્રિટમેન્ટ કરી સ્થાનિક ઉદ્યોગોને સ્વચ્છ પાણી વેચી દર વર્ષે રૂ.૧૪૦ કરોડની કમાણી કરે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:વડાપ્રધાનની જનભાગીદારીથી જળસંચયની હાંકલને પરિણામે ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે ભારત પાણીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આત્મનિર્ભર બનશે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ8:50 PM IST

૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના : ગુજરાતના રિજનલ સાયન્સ સૅન્ટર બન્યાં વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર : ચાર વર્ષમાં ૨૫ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ લીધી મુલાકાત : પાટણ, ભૂજ, ભાવનગર અને રાજકોટ રિજનલ સાયન્સ સૅન્ટરની નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિરૂચિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા : પાટણ રિજનલ સાયન્સ સૅન્ટર: ઉત્તર ગુજરાતમાં વૈજ્ઞાનિક ક્રાંતિનું એપીસેન્ટર : ભૂજ રિજનલ સાયન્સ સેન્ટર: સરહદી જિલ્લામાં પ્રજ્વલિત વિજ્ઞાનની જ્યોત : ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર: સોલાર પ્લાન્ટ, 'ઝીરો વોટર વેસ્ટ' સાથેનું ગ્રીન કેમ્પસ : રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટર: ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યૂઅલ રિયાલિટી, હૉલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન જેવી નેક્સ્ટ જેન ટૅકનોનોજીનું શિક્ષણ2:14 PM IST

પ્રવેશોત્સવ પહેલા રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પહોંચાડવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ, વૈશ્વિક યુદ્ધ અને કોર્ટ કેસના પડકારો છતાં પુસ્તકોના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો નહીં: પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ યુદ્ધના ધોરણે વિતરણ કામગીરી, ખાનગી શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા, સરકારી શાળાઓમાં તાલુકા સુધી માઇક્રો-પ્લાનિંગ, અંતરિયાળ વિસ્તારોમાં વિલંબ થાય તો વેબસાઈટ પરથી ઈ-બુક્સ ડાઉનલોડ કરી શિક્ષણ કાર્ય શરૂ કરવા અધ્યક્ષનો અનુરોધ5:38 PM IST

વિશ્વ પર્યાવરણ દિવસ-2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણ દિવસથી ‘એક પેડ માં કે નામ 3.0’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો : ગાંધીનગરમા પીપળાના વૃક્ષનું વાવેતર કરીને સૌને પાણી-પેટ્રોલ-ઊર્જા બચાવવા અને સઘન વૃક્ષારોપણ કરવાનો સંદેશ આપ્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને બેક ટુ બેઝિકથી આગળ ધપાવવા રોજીંદા જીવનમાં પર્યાવરણ આધારિત જીવન શૈલી અપનાવીએ: એક પેડ માં કે નામ 3.0’ અંતર્ગત રાજ્યભરમાં 551.91 લાખ રોપાઓનું વાવેતરનું વન વિભાગનું આયોજન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિ2:50 PM IST

‘હનુમંત કથા' આવકાર્ય પણ અંધશ્રધ્‍ધા ફેલાવતા ‘દિવ્‍ય-પ્રેત દરબાર'ના કાર્યક્રમની પરવાનગી રદ કરોઃ ડો. પુરૂષોત્તમ પીપરીયાની ફરિયાદ : અંધશ્રધ્‍ધા ફેલાવનારને જેવી અને જેટલી સુરક્ષા મળે છે તેવી અને તેટલી સુરક્ષા અંધશ્રધ્‍ધાના આલોચકોને પણ મળવી જોઈએ : એ-ડિવીઝન પોલીસમાં લેખીત ફરિયાદ આપતાં નિવેદન નોધાયું: પોલીસ પ્રોટેકશન માંગ્‍યું: પ્રોટેકશન નહિ મળે તો પણ દરબારમાં જવાનો પ્રયત્‍ન કરીશઃ રાજકોટમાંથી વર્ષો પહેલા અપહરણ કરાયેલા બાળક મોહિલ મોરધરાના પ્રશ્નને હું બાબાના દરબારમાં રજુ કરીશઃ નિવેડો બાબા લઇ આવશે તો હું એમને આવકારીશઃ સનાતની તરીકે કદી પણ કથાનો વિરોધ હોય જ નહિ, અંધશ્રધ્‍ધાનો વિરોધ છેઃ દરકાયદેઆઝમ ડો. પીપરીયા : જો બાબા ચિઠ્ઠી કાઢીને ભવિષ્‍યવાણી કરતા હોય તો રાજકોટના મોહિલ મોરીધરા નામના બાળકનું આજથી ૨૮ વર્ષ પહેલા બાળપણમાં અપહરણ થયેલ છે, જેની ફરિયાદ તે સમયમાં નોંધાયેલ છે અને આજ સુધી તેનો અત્તોપત્તો નથીઃ બાબા ચિઠ્ઠી કાઢીને બતાવે કે મોહિલ મોરીધરા કયાં છે અને કોણે અપહરણ કર્યુ હતું? જેથી પોલીસ અને પરિવારને મદદ મળે2:49 PM IST

ભાજપ નાનામાં નાના કાર્યકરના કાર્યની નોંધ લઈને સન્‍માન આપે છે : માનસિંહભાઈ પરમાર : ગીર સોમનાથના માનસિંહભાઈ પરમાર રાજ્‍યસભા ઉમેદવારના જાહેર થતાં ‘અકિલા' સાથેની વાતચીતમાં ગદગદ થયા..ગીર સોમનાથ જીલ્લાના વરિષ્ઠ અગ્રણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમારના નામની જાહેરાત થતાં રાજકીય વર્તુળો-કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો : સંસદના ઉચ્‍ચ ગળહમાં ગુજરાત અને સૌરાષ્‍ટ્રના પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ રહેશેઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નિતીન નબીન,મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત પ્રદેશ નેતળત્‍વ અને સમગ્ર સંગઠનનો આભાર માન્‍યો રાજ્‍યસભાના ઉમેદવાર તરીકે માનસિંહભાઈ પરમારની પસંદગીને ભાજપ પક્ષ દ્વારા પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરને આપેલું ‘‘સરપ્રાઈઝ સિલેક્‍શન'' ગણવામાં આવી રહ્યું છે11:35 AM IST

પવિત્ર ૧૧ અક્ષત કૃશ પદયાત્રાનું ઠેર ઠેર ઉષ્‍માભર્યું સ્‍વાગત : બાબા બાગેશ્વર ધામ ખાતેના હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ : શહેરના ૧૧ ઝોનમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અક્ષત કૃશનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્‍વ ઉજાગર કરતી પવિત્ર કૃશ યાત્રા પદયાત્રા ઠેર ઠેર સ્‍વાગત : કથાના સ્‍થળે પહોંચવા માટે રાજકોટની ધર્મ પ્રેમી જનતા માટે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી બસની ખાસ વ્‍યવસ્‍થા... : રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. ૫, ૬ અને ૭ જૂને પ. પૂ. શ્રી ધીરેન્‍દ્રકૃષ્‍ણ શાસ્ત્રીજી મહારાજ (બાગેશ્વર ધામ સરકાર)ના મુખથી હનુમંત કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ... : હનુમાન કથામા લોક સાહિત્‍ય ડાયરાના કલાકારો (૧) ચૈતાલી છાયા (૨) શ્રી યોગેશભાઈ ગઢવી (૩) દેવ ભટ્ટના ધાર્મિક ભવ્‍ય કાર્યક્રમો સાંજના ૬ કલાકથી..11:40 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST