તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
વડોદરાના માંજલપુરમાં અકસ્માત: જેસીબીએ બ્રેઝા કારને મારી ટક્કર
માંજલપુરમાં આવેલા ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે એક જેસીબી (JCB) અને બ્રેઝા કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માંજલપુરમાં આવેલા ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે એક જેસીબી (JCB) અને બ્રેઝા કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર, જેસીબી ચાલક બેજવાબદારીપૂર્વક રોંગ સાઈડ પરથી આવી રહ્યો હતો, જેના કારણે આ ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બ્રેઝા કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ નથી અને મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. હાલમાં ઘટનાની જાણ થતાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
