<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જામકલ્‍યાણપુરના પટેલકા ગામની સીમમાં કાળા પથ્‍થરની ખનીજ ચોરી કરતા ૮ વાહનો સહિત પોણા બે કરોડનો મુદ્દામાલ કબ્‍જે

ખંભાળીયા, તા. પ :  પટેલકા ગામની થરવાળી-ધારવાળી સીમમાં આવેલ સરકારી ખરાબામાંથી કેટલાક ઇસમો ટ્રેક્‍ટર વાહનોમાં જે.સી.બી. મશીન મારફતે બ્‍લેક ટ્રેપ (કાળા પથ્‍થર) નું રોયલ્‍ટી/પાસ-પરમીટ વગર ગેર કાયદેસર રીતે ખનન કરતા હોવાની બાતમી મળેલ જે હકીકત મળતા તપાસ કરતા. કુલ-૦૨ જે.સી.બી. મશીન તથા ૦૬ ટ્રેકટર-ટ્રોલી મળી આવેલ જે ટ્રેકટરો પૈકી ૦૪ ટ્રકટરની ટ્રોલીમાં બ્‍લેક ટ્રેપ (કાળા પથ્‍થરો) ભરેલ હોય અને ૦૨ ટ્રેકટરો જે.સી.બી. મશીન પાસે પથ્‍થર ભરવા માટે તૈયાર ઉભેલ હોય જેથી ખોદકામનું કામ સ્‍થગીત કરાવી અને ઈસમો પાસે કોઈ આધાર-પુરાવા ન હોય જેથી આ તમામ મુદ્દામાલ કબ્‍જે કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

વાહન ચાલકોના નામ :- ૧. જે.સી.બી. રજી.નં.જીજે-૩૪-એસ-૦૭૯૬ ના વાહન ચાલકઃ કાનાભાઈ બાલાભાઈ પરમાર, રહે.પાછતર ગામ, રબારી પાળો, તા.ભાણવડ,  ૨. જે.સી.બી. રજી.નં.જીજે-૧૧-એમ-૭૫૫૮ ના વાહન ચાલકઃ કિશોરભાઈ બાબુભાઈ કછટીયા, રહે.ગઢકા ગામ, વાડી વિસ્‍તાર, તા.જામ કલ્‍યાણપુર ૩. ટ્રેકટર સ્‍વરાજ-૭૪૨ ના વાહન ચાલકઃ યોગેશભાઈ માધાભાઈ ડાભી, રહે.જામ ગઢકા સીમ, તા.જામ કલ્‍યાણપુર,  ૪. ટ્રેકટર મેસી ફર્ગ્‍યુસન-૨૪૧ રજી.નં.જીજે-૦૭-બીઆર-૮૦૭૬ના વાહન ચાલકઃ પિયુષભાઈ કિશોરભાઈ ડાભી, રહે. જામ ગઢકા ગામની સીમ, તા.જામ કલ્‍યાણપુર ૫. ટ્રેકટર મહિન્‍દ્રા વીવો-૪૭૫ ના વાહન ચાલકઃ કિશોરભાઈ ગોરધનભાઈ ખાણધર, રહે. કેનેડી ગામ, તા.જામ કલ્‍યાણપુર,  ૬. ટ્રેકટર મહિન્‍દ્રા-૪૧૫ રજી.નં.જીજે-૧૩-એબી-૫૬૬૦ ના વાહન ચાલકઃ વિનુભાઈ મોહનભાઈ કણઝારીયા, રહે.જામ ગઢકા ગામ, જુની ગ્રામ પંચાયતની બાજુમાં,  ૭. ટ્રેકટર મહિન્‍દ્રા-૪૭૫ રજી.નં.જીજે-૩૭-એમ-૭૯૪૭ ના વાહન ચાલકઃ લાધાભાઈ કરશનાભાઈ કછટીયા, રહે.જામ ગઢકા ગામની સીમ, તા.જામ કલ્‍યાણપુર,  ૮. ટ્રેકટર મહિન્‍દ્રા યુવો ટેકૅ ૪૦૫ ૨જી.નં.જીજે-૧૨-એફઈ-૭૭૩૨ ના વાહન ચાલકઃ જેન્‍તીભાઈ આંબાભાઈ નકુમ, રહે. કેનેડી ગામ સામે કાર્યવાહી કરી ૧ કરોડ ૭પ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરી કરનાર ટીમ વી.એ.રાણા, પોલીસ ઇન્‍સપેક્‍ટર, ડી.એ.વાળા, પોલીસ રાબ ઇન્‍સપેક્‍ટર,  કેયુર રાજપુરા, ભૂસ્‍તરશાષાી, દેવભૂમિ દ્વારકા.  કે. આર. પટેલ, રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર, દેવભૂમિ દ્વારકા સજુભા હમીરજી જાડેજા,  હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા,  કાનાભાઈ રણમલભાઈ માડમ,  સુમાતભાઈ જેઠાભાઈ ભાટીયા, પોલીસ કોન્‍સટેબલ,  ધર્મેન્‍દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, પોલીસ કોન્‍સટેબલ, મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, કળષ્‍ણારાજસિંહ દિગ્‍વિજયસિંહ જાડેજા, સ્‍વરૂપસિંહ કેશરસિંહ જાડેજા,  લખમણભાઇ કરશનભાઇ આંબલીયા, જીજ્ઞેશભાઈ બારોટ, સર્વેયર, દેવભૂમિ દ્વારકા. એ કરી હતી. 

 

(12:59 PM IST)