<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

પવિત્ર ૧૧ અક્ષત કૃશ પદયાત્રાનું ઠેર ઠેર ઉષ્‍માભર્યું સ્‍વાગત

બાબા બાગેશ્વર ધામ ખાતેના હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ : શહેરના ૧૧ ઝોનમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અક્ષત કૃશનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્‍વ ઉજાગર કરતી પવિત્ર કૃશ યાત્રા પદયાત્રા ઠેર ઠેર સ્‍વાગત : કથાના સ્‍થળે પહોંચવા માટે રાજકોટની ધર્મ પ્રેમી જનતા માટે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી બસની ખાસ વ્‍યવસ્‍થા... : રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. ૫, ૬ અને ૭ જૂને પ. પૂ. શ્રી ધીરેન્‍દ્રકૃષ્‍ણ શાસ્ત્રીજી મહારાજ (બાગેશ્વર ધામ સરકાર)ના મુખથી હનુમંત કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ... : હનુમાન કથામા લોક સાહિત્‍ય ડાયરાના કલાકારો (૧) ચૈતાલી છાયા (૨) શ્રી યોગેશભાઈ ગઢવી (૩) દેવ ભટ્ટના ધાર્મિક ભવ્‍ય કાર્યક્રમો સાંજના ૬ કલાકથી..

રાજકોટ : ભારતીય સંસ્કૃતિમાં અક્ષત કૃશને શુભ, સમળદ્ધિ, પવિત્રતા અને મંગલકાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ ધાર્મિક અનષ્‍ઠાન, યજ્ઞ, પૂજન, કથા કે શુભ પ્રસંગની શરૂઆત અક્ષત કૃશની સ્‍થાપના સાથે કરવામાં આવે છે. કૃશમાં રહેલા અક્ષત(ચોખા) જીવનનું પ્રતિક છે, જ્‍યારે તેના ઉપર સ્‍થાપિત શ્રીફળ અને આમ્રપર્ણ સુખ, શાંતિ અને સમળદ્ધિના સંદેશવાહક માનવામાં આવે છે. આપણી પવિત્ર પરંપરાને વધુ વ્‍યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગળતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી ગઇકાલે તા. ૪ જૂનના રોજ સાંજે ૬ વાગ્‍યા થી રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્‍ય અક્ષત કૃશ યાત્રા, પદયાત્રા નીકૃતા ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ.

બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્‍યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા ૧૧ અક્ષત કૃશો ખાસ રાજકોટ લાવવામાં આવ્‍યા છે. શોભાયાત્રા ઝોન વાઇસ ભાઈઓ સ્‍વાગત કરવામાં આવેલ હતી.

આ પવિત્ર કૃશોનું શહેરના વિવિધ ૧૧ ઝોનમાં ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ.. 

કથાને સમગ્ર શહેરમાં કૃશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે  વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ હતું...

વિવિધ ઝોનમાં યાત્રાનું ભવ્‍ય  ઠેર ઠેર સ્‍વાગત : અક્ષત કૃશ યાત્રાના ઝોન-૧, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ એટલે કે VYO હવેલી ચોક, ઝોન૨: બાપાસીતારામ ચોક હરીદર્શન સ્‍કૂલ સંસ્‍કાર સીટી પાછળનો ૮૦ નો રોડ મટુકી ચોક થી પાણીનો ટાંકો થી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી કોઠારીય રોડ, ઝોન : ૩ રૈયા રોડ રાધેશ્‍યામ ગૌશાળા શીતલ પાર્ક, ઝોન ૪: સંકીર્તન મંદિર કાલાવડ રોડ આજુબાજુ નો વિસ્‍તાર, ઝોન : ૫ સાધુ વાસવાણી રોડ આજુબાજુનોવિસ્‍તાર, ઝોન : ૬ પોપટપરાવાલ્‍મિકી નગર, ઝોનઃ ૭ બોલ બાલા મેઇન રોડ ગુંદાવાડી મેન રોડ આજુબાજુનો વિસ્‍તાર, ઝોન : ૮ રેલનગરવિસ્‍તાર, ઝોન : ૯ રણછોડવિસ્‍તાર, ઝોન-૧૦ : કોઠારીયા ગામ રણુજા મંદિર આજુબાજુનો વિસ્‍તાર, ઝોન :  ૧૧ ચમત્‍કારિક હનુમાનજી મંદિર સોરઠીયા વાળી મેઇન રોડ હુડકો વિસ્‍તાર, ઝોન : ૧૨ અમુલ સર્કલ, ભાવનગર રોડ ખોડીયાર પરા આજુબાજુ વિસ્‍તાર ભવ્‍ય સ્‍વાગત.

કૃશ યાત્રામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધેલો. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્‍વજ, સાંસ્‍કળતિક ઝાંખીઓ અનેઆધ્‍યાત્‍મિક સંદેશો દ્વારા સનાતન સંસ્‍કળતિના મૂલ્‍યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં ભવ્‍ય સફળતા મળેલ હતી.

હનુમાન કથામાં લોક સાહિત્‍ય ડાયરાના ત્રણે દિવસ જુદા જુદા કલાકારો ના ડાયરાઓ ભવ્‍ય કાર્યક્રમો સાંજના ૬ કલાકથી... શ્રી  બાબા બાઘેશ્વર હનુમાન કથા રેસકોર્સ ખાતે ભવ્‍ય લોકસાહિત્‍ય અને ડાયરાનો ભવ્‍ય કાર્યક્રમો- આજે તા. ૫ -૬-૨૦૨૬ શુક્રવારના રોજ સી સી ધ રોકસ્‍ટાર બેંડ ચૈતાલી છાયા બોલીવુડ પ્‍લે બેગ સિંગર એન્‍ડ લાઈવ પર્ફોર્મર.

 તા. ૬-૬ -૨૦૨૬ શનિવારના રોજ પૂર્વ ચેરમેન નાટય અકાદમી, પૂર્વ ઉપાધ્‍યક્ષ ઓબીસી મોરચા ગુજરાત પ્રદેશ લોકસાહિત્‍યકારશ્રીયોગેશભય બોક્‍સા (ગઢવી) ભવ્‍ય લોક ડાયરાનો કાર્યક્રમ.

તા. ૭-૬-૨૦૨૬ રવિવારના રોજ  લોકસાહિત્‍યકાર શ્રી દેવ ભટ્ટ સિંગર ટીમ સાથે બીરજુ બારોટ ના ભવ્‍ય લોક ડાયરા ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.કથાના સ્‍થળે પહોંચવા માટે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે સીટી બસની ખાસ વ્‍યવસ્‍થા.. : રેસકોર્સ મેદાનમાં આયોજિત સનાતન સેતુ હનુમત કથામાં રાજકોટ શહેરના લોકો મા મોટી સંખ્‍યામાં આવવાના હોય માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન મુજબ લોકો આ પ્રકારના જાહેર કાર્યક્રમો માટે પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ દ્વારા જોડાઈ તેવી અપીલના અનુસંધાને તારીખ ૫, ૬, ૭ જૂન ૨૦૨૬ ના રોજ સાંજના ૭થી રાત્રિના ૧૧- કથા શ્રવણનો સમય હોય લોકોની રાજકોટના વિવિધ વિસ્‍તારોમાંથી રેસકોર્સ આવવા જવા માટે સ્‍પેશિય ૭ રૂટમાં ૧૪ બસ ફાળવવામાં આવેલ છે. 

(11:40 AM IST)