<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

મદનમોહન પ્રભુની હવેલીમાં રાત્રે આંબા મનોરથઃ રવિવારે ‘‘ઇન્‍દ્રમાનભંગ'' દર્શન

ઠાકોરજીએ ગોવર્ધન પર્વત ઉપાડયાના જીવંત દ્રશ્‍યોનો દર્શનાર્થીઓને લાભ મળશે

રાજકોટઃ તા.૫: લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર આવેલ શ્રી  મદનમોહન પ્રભુની હવેલીમાં તા.૭ના રવિવારે ૮:૩૦ વાગ્‍યાથી અધિક જેઠ વદ સાતમના ‘‘ઇન્‍દ્રમાનભંગ''ના દર્શનનો ભવ્‍ય મનોરથ રાખેલ છે.

અધિક માસમાં આ હવેલીમાં દરરોજ જુદી જુદી રાજાવટના મનોરથના અલોૈકીક દર્શન થાય છે. તે રીતે રવિવારે ‘‘ઇન્‍દ્રમાનભંગ'' સજાવટના ઠાકારેજી સન્નમુખ અનેરા દર્શન થશે.

‘‘ઇન્‍દ્રમાનભંગ'' મનોરથમાં આબેહુબ ટચલી આં઼ગણીયે ગોવર્ધન ઠાકોરજીએ ઉપાડયો હોય અને વરસાદી વાતાવરણ ઉભુ કરવામાં આવશે. આ અલોૈકીક ભવ્‍ય દર્શનનો લાભ લેવા  રાજકોટ શહેરની સમગ્ર વૈષ્‍ણવ સૃષ્‍ટિને હવેલી પ્રશાશન તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ દર્શનની સુંદર વ્‍યવસ્‍થામાં કોઇપણ વૈષ્‍ણવને, કોઇપણ જાતની અગવડતા ન પડે તે માટે વૃજધામ ગ્રુપે તથા સજાવટ ગ્રુપે વ્‍યવસ્‍થાનું આયોજન કરેલ છે.તેમજ આજે તા.૫ને શુક્રવારના ભવ્‍ય આંબા મનોરથનું આયોજન છે ઠાકોરજી મોતીના બંગલામાં ખુલશે. તેમ ટ્રસ્‍ટીશ્રી ગોવિંદભાઇ દાવડાની યાદીમાં જણાવેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અશ્‍વિનભાઇ વડગામા, કેતનભાઇ આડેસરા, સમીરભાઇ શીંગાળા, કોૈશિકભાઇ ખૂંટ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 PM IST)