તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
બાબા બાગેશ્વરની અલૌેકિક હનુમાન કથાનો સાંજથી પ્રારંભ

બાબા બાગેશ્વર અર્થાત બાગેશ્વર ધામ સરકાર કે બાગેશ્વર બાબા તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા શ્રીરામદુત હનુમાનજીના પરમ ભક્ત અને બાગેશ્વર ધામ મંદિરના પ્રમુખ પૂજારી કે જેને માનથી પીઠાધીશ પણ કહેવાય છે એવા પ્રખર પંડિત શ્રી ધીરેન્દ્ર ક્રુષ્ણ શાષાીજી આપણાં રંગીલા રાજકોટની જાહેર જનતાની ધાર્મિક લાગણીઓને માન આપીને ફરી એક વખત આપણી સમક્ષ તેમનો અલૌેકિક, અદ્ભુત અને આヘર્ય પમાડે તેવો દૈવીક કાર્યક્રમ દિવ્ય દરબાર સાથે જગતભરમાં વિખ્યાત થયેલી તેમની આલોકિક હનુમાન કથા લઈને શ્રોતાજનોને તેનું શ્રવણ કરાવવા માટે રાજકોટના શાષાી મેદાન ખાતે તેમના પાવન પગલાઓ પાડી રહ્યા છે.
પંડિત શ્રી ધીરેન્દ્ર ક્રુષ્ણ શાષાીજીનો આ કાર્યક્રમ રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે ‘‘સનાતન સેતુ હનુમાન કથા''ના શીર્ષક હેઠળ આજે તારીખ ૫ જૂન થી તારીખ ૭ જૂન સુધીમાં સમય સાંજના દરરોજ ૭:૩૦ થી રાત્રીના ૧૧:૦૦ વાગ્યાના સમયગાળા સુધી સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા યોજવામાં આવેલ છે જેમાં હાજર રહેવા માટે દરેક ભક્તો, શ્રદ્ધાળુઑ, ભાવિકો અને શ્રોતાજનોને ભાવભર્યું આમંત્રણ અપાયું છે.
રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલી આ ભવ્યાતિભવ્ય ‘‘સનાતન સેતુ હનુમાન કથા'' પૂર્વે કળશ યાત્રા નીકળેલી જેમાં હાજર રહેલા સંખ્યાબંધ ભક્તોએ શહેરના ૧૧ ઝોનમાં પગપાળા પ્રવાસ વડે કથાનો પ્રચાર કરીને કથામાં હાજર રહેવા માટે સૌ કોઈને ભાવ ભર્યું આમંત્રણ પાઠવેલ છે.
પંડિત ધીરેન્દ્ર ક્રુષ્ણ શાષાીજી આજથી બરાબર ત્રણ વર્ષો પહેલા એટલે કે સાલ ૨૦૨૩ના જૂન મહિનાની ૧લી અને ૨જી તારીખે તેમની હનુમંત કથા અને દિવ્ય દરબાર સાથે રાજકોટના એજ રેસકોર્ષના મેંદાનમાં પધારેલા કે જ્યાં રાજકોટની ભાવવિભોર થયેલી જનતાએ તેમને પૂરા માન અને સમ્માનથી ઉમળકાભેર વધાવેલા અને પૂરી એકાગ્રહતાથી તેમની કથામાં લીન થઈને પૂરા ભક્તિભાવથી ખુબજ ધ્યાનપૂર્વક તેમને સાંભળેલા.
પંડિત ધીરેન્દ્ર ક્રુષ્ણ શાષાીજી આમ તો બાળપણથીજ મધ્યપ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં આવેલા તેમના ગામ ગઢામાં ત્યાંના સ્થાનિક લોકોને ધાર્મિક પ્રસંગોને લગતી નાની-નાની વાર્તાઓ અને કથાઓ સંભળાવતા પરંતુ વર્ષ ૨૦૦૯માં તેમણે સૌપ્રથમ વખત સત્તાવાર રીતે તેમની પહેલી જાહેર ભાગવત કથા લોકોને સંભળાવેલી. ત્યારબાદ તેઓ લોક કથા તો સાંભળવતા રહ્યા પરંતુ તેમને એક કથાવચક તરીકેની ખરી પ્રસિદ્ધિ વર્ષ ૨૦૨૦-૨૧ થી પ્રાપ્ત થયેલી કે જ્યારે આ વર્ષોમાં સોસિયલ મીડિયાનો ઉદય થયેલો. વર્ષ ૨૦૨૧ અને સાલ ૨૦૨૨ ની વચ્ચે યુટયુબ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાની લોકપ્રિયતા જ્યારે તેના સર્વોચ્ચ મુકામ પર હતી ત્યારે તેમને સોસિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ભારે લોકપ્રિયતા મેળવવાનું શરૂ કર્યું અને તેમની ખ્યાતિ ચરમસીમાએ પહોંચી ગઈ.
તેમણે પોતાના છતરપુર જિલ્લાના ગડા ગામના બાગેશ્વર ધામમાં પોતાનો ‘‘દિવ્ય દરબાર'' યોજવાનું શરૂ કર્યું. તેઓ લોકોની સમસ્યાઓ સ્લિપ પર લખતા અને તેના સચોટ ઉકેલો આપતા તેમના અસંખ્ય વીડિયો યુટયુબ પર વાયરલ થયા જેના કારણે તેમને ધૂમ પ્રસિદ્ધિ મળી અને એક ખુબજ મોટો ડિજિટલ ચાહક વર્ગ મળ્યો. જાન્યુઆરી ૨૦૨૩માં મહારાષ્ટ્રના એક અંધશ્રદ્ધા વિરોધી સંગઠને નાગપુરમાં તેમના ચમત્કારો અને મન વાંચવાની શક્તિઓને પડકાર્યા ત્યારે તેઓ રાષ્ટ્રીય હેડલાઇન્સમાં ચમકી ગયા. હિન્દી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર તેમના પક્ષમાં અને વિરુદ્ધમાં ભારે ચર્ચાઑ શરૂ થઈ જે વિવાદે તેમની લોકપ્રિયતાને પ્રાદેશિક વાર્તાકારમાંથી દેશભરમાં લોકપ્રિય વ્યક્તિમાં પરિવર્તિત કરી દીધા.
વર્ષ ૨૦૨૩ના મે માહિનામાં બિહાર-પટનાના નૌબતપુરમાં યોજાયેલી મહાસભારૂપી તેમની હનુમાન કથામાં લાખો લોકોની ભીડ એકઠી થયેલી જે તેમના ચાહકોનો તેમના પ્રત્યેનો લગાવ દર્શાવતી હતી.
આવા અતિ લોકપ્રિય ધર્મગુરુ પંડિત ધીરેન્દ્ર કળષ્ણ શાષાીનો જન્મ તારીખ ૪થી જુલાઈ ૧૯૯૬ના રોજ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા રામ કરપાલ અને માતા સરોજ ગર્ગના એક નમ્ર અને આધ્યાત્મિક રીતે ઝુકાવ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના માતપિતાના બે સંતાનોમાં તેઓ મોટા છે અને તેમની નાની બહેનનું નામ રીટા ગર્ગ છે.
પંડિત ધીરેન્દ્ર કળષ્ણ શાષાી આર્થિક રીતે ખુબજ સંઘર્ષ કરતા પરિવારમાં ઉછર્યા હતા. તેમણે તેમની ખૂબજ નાની ઉંમરથી સ્થાનિક મંદિરોમાં શાષાો અને આધ્યાત્મિક ગ્રંથોનું પઠન કરવાનું શરૂ કર્યું જેના કારણે તેઓ તેમના શાષાોકત જ્ઞાનના કારણે ધીરેન્દ્ર કળષ્ણ ગર્ગમાંથી ધીરેન્દ્ર કળષ્ણ શાષાી બન્યા હતા. પડિત ધીરેન્દ્ર કળષ્ણ શાષાીજીએ બાગેશ્વર ધામના મહંત તરીકેનું નેતળત્વ કઈ રીતે સંભાળ્યું તેનું કથાનક કઈક એવું છે કે સેંકડો વર્ષો પહેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામની મરઘટ નામની પહાડી પર ત્રણસો થી ચારસો વર્ષ જૂની શંકર ભગવાનની એક શિવલિંગ સ્થાપવામાં આવેલી. આ શિવલિંગની પાસે પંડિત ધીરેન્દ્ર કળષ્ણ શાષાીજીના દાદાજી એટલે કે પંડિત સેતુ લાલ ગર્ગએ શંકર દાદાના શિવલિંગની પાસે હનુમાનજીની એક મુર્તિની પણ સ્થાપના કરાવેલી જ્યાં વર્ષ ૧૯૮૬માં એક નાનકડું મંદિર બનાવવામાં આવેલું. ધીરેન્દ્ર શાષાીજીના દાદાજી પંડિત સેતુ લાલ ગર્ગઆ મંદિરમાં રોજ નિયમિતપણે પુજા પાઠ કરતા હતા અને તેઓ સૌથી જૂના અને ઉમરમાં મોટા હોય બધા તેમને દાદાગુરુ કહીને બોલાવતા હતા. પંડિત ધીરેન્દ્ર શાષાી તેમના દાદાની ખુબજ નજીક હતા અને તેમના દાદાના અવસાન બાદ તેમણે બાગેશ્વર ધામના મહંત તરીકે નેતળત્વ સંભાળ્યું અને ત્યારબાદ તેમને વ્યાપક આધ્યાત્મિક પ્રસિદ્ધિઑ પ્રાપ્ત થયેલી.
એક સમયનું નાનકડુ એવું હનુમાનજીનું મંદિર આજે આશરે ૫૦ થી ૧૦૦ એકર જમીનમાં વિસ્તરણ પામીને પૂરી દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરીને લોકોની આસ્થાનું કેન્દ્ર સમું બાગેશ્વર ધામ બની ગયું છે
કમલ જારોલી
એડવોકેટ એન્ડ નોટરી, રાજકોટ
મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(1:22 PM IST)










