<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે ચોપડા વિતરણ : આઇકાર્ડ ફોર્મનું વિતરણ

રાજકોટ, તા. પ : દર વર્ષે પણ રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટ દ્વારા ચોપડા વિતરણ તથા વ્‍યકિતગત આઇકાર્ડ ફોર્મ જમા લેવાનો કાર્યક્રમ તા. ૭ રવિવારે સવારે ૯ થી ૧ તથા સાંજે ૪ થી ૮ કલાકે રાહતદરે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે.

સોરઠીયા દરજી જ્ઞાતિના વ્‍યકિતગત આઇકાર્ડના ફોર્મ જમા કરવાના હોય સૌ જ્ઞાતિજનોએ ખાસ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમ : શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટની વાડી, બ્રહ્મ સમાજ ચોક, રૈયા રોડ ખાતે યોજાશે. જેમાં ૧૦૦૦ થી ૧ર૦૦ લોકોને ચોપડા વિતરણ થશે.

તસ્‍વીરમાં ‘અકીલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટના પ્રમુખ હિરેનભાઇ ગોહેલ (મો. ૯૭ર૪૧૪૪ર૪૪) નલીનભાઇ એલ. હીંગુ, ભીખુભાઇ કે. ગોહેલ, ચંદુભાઇ એ. પરમાર, જીતુભાઇ વી. ગોહેલ, જતીનભાઇ એસ. ગોહેલ, અશોકભાઇ એ. જેઠવા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(3:33 PM IST)