તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
નરેન્દ્રભાઈના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ સંદર્ભે રાજકોટ શહેર જીલ્લામાં ૨૧ જૂન સુધી વિવિધ કાર્યક્રમોઃ વિકસિત ભારત સંમેલન
પ્રગતિપથ યાત્રા-ઐતિહાસિક સ્થળો-પ્રવાસના સ્થળોની અગ્રણીઓ દ્વારા મુલાકાત જીલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ જનકલ્યાણ શિબિરઃ ૨૧મી જૂને યોગ દિવસની ઉજવણી

રાજકોટ, તા.૫: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ સફળ રીતે પૂર્ણ થયા છે, ત્યારે આ અવસરે રાજકોટ જિલ્લામાં જનકલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ - પાંચમી જૂનથી વળક્ષારોપણ સાથે વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે. આ દિવસે એક પેડ મા કે નામ અભિયાન ૩.૦નો પ્રારંભ પણ થશે. દરમિયાન ૨૧મી જૂન સુધી દરરોજ વિવિધ વિસ્તારોમાં વળક્ષારોપણ કરવામાં આવશે.
આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે ૫થી ૨૧ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
તા.૮ થી ૧૪ જૂન દરમિયાન રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાશે. જેમાં રાષ્ટ્રના નવનિર્માણ અને વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોના વૈચારિક યોગદાન અંગે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, નિષ્ણાતો, પ્રતિષ્ઠિત લોકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા તેમજ અન્ય સન્માનનીય લોકો સહિતના અગ્રણીઓ સાથે સકારાત્મક સંવાદ સ્થાપિત કરાશે.
આ જ દિવસો દરમિયાન જિલ્લાના વિવિધ આઈકોનિક સ્થળોએ પ્રગતિપથ યાત્રા યોજાશે. જેમાં જિલ્લામાં વિકસાવાયેલા વિવિધ ઐતિહાસિક સ્થળો, પ્રવાસન સ્થળો તેમજ વિકાસના લેન્ડમાર્ક સમાન વિવિધ પ્રોજેક્ટસની જિલ્લાના મહાનુભાવો તથા નાગરિકો મુલાકાત લેશે.
આ સાથે ૮ થી ૨૦ જૂન દરમિયાન જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ જનકલ્યાણ શિબિર યોજવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ ૧૫ જેટલી યોજનાઓનો લાભ નાગરિકોને ઘર-આંગણે મળી રહે તેવું આયોજન કરાયું છે. દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જિલ્લામાં ખેડૂતો માટે પ્રાકળતિક ખેતીની કાર્યશાળા યોજવામાં આવશે.
બાદમાં ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમોના આયોજનો માટે વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે સમયાંતરે બેઠક યોજીને વિવિધ કાર્યક્રમો થકી નાગરિકો મહત્તમ લાભ આપી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
(10:45 AM IST)










