<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

કેરળમાં ચોમાસુ ચાર દિ' મોડું પણ ગુજરાતમાં ૧૫ જૂને પહોંચી જશે?

નિયમિત સમય મુજબ ગોવામાં એન્‍ટર થઇ ચુકેલું હોય છે. જો કે ત્‍યાં હવે પહોંચશે

(મહમદ રાઠોડ દ્વારા) તા.૫: ગઇકાલે કેરળમાં વિધિવત પહોંચેલુ નેઋત્‍યનું ચોમાસુ કંઇક અનોખુ તો છે જ કારણ કે ચોમાસાના આગમન પહેલા જ અલનીના પ્રભાવથી માંડી, ચોમાસાનું આગમન વહેલુ થશે, થોડું  નબળું રહેશે આ અંગે ઘણી ધારણાઓ વહેતી થઇ હતી મોન્‍સૂન કેરળમાં તો પહોંચ્‍યુ છે પણ તેની મોન્‍સૂન કેરળમાં તો પહોંચ્‍યુ છે પણ તેની મોન્‍સૂન રેખા આઇએમડી એ જે મુજબ દર્શાવી છે તે જોતા  તેમાં પણ અનોખા પણુ જોવા મળી રહ્યું છે. ચોમાસુ પヘમિી તટીયાવિસ્‍તારો પણ વધુ પ્રભાવી અને ત્‍યાં એન્‍ટર વહેલુ થાય તેવું જોવા મળતુ હોઇ, હાલનું ચોમાસુ ભલે ચાર દિ' મોડુ એન્‍ટર થયુ પણ ગુજરાતમાં તે નિયમિત સમય મુજબ ૧૫ જૂન આસપાસ પ્રવેશતુ હોય છે તેને બદલે મોન્‍સૂન આ વેળા ગુજરાતમાં કદાચ વહેલું અથવા  નિયત સમય ૧૫ જૂન આસપાસ પહોંચી શકે છે. આઇએમડીના ફેરફાર મેપ્‍સ મુજબ ગુજરાતમાં ખાસ કરી રાજયના દક્ષિણ અને દ. સોૈરાષ્‍ટ્રમાં વરસાદ ૧૦ જૂન થી હળવા સ્‍વરૂપે શરૂ થઇ શકે છે. આઇએમડીના માપદંડો મુજબ તે વરસાદ પ્રીમોન્‍સૂન હશે કે મોન્‍સૂન? તે હવે પછી નિヘતિ થશે.

(10:52 AM IST)