તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
વોર્ડ નં.૬માં પબ્લીક ટોયલેટ સ્લેબ કલવર્ટ સહિત ૧.૭૨ કરોડના વિકાસ કામોને હરીઝંડી

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં રૂ.૬૨.૭૫ લાખના ખર્ચે લ્ગ્પ્ ૨.૦ અંતર્ગત અલગ અલગ જગ્યાઓએ પબ્લિક ટોઇલેટ બનાવવાનું કામ તથા રૂ.૦૧.૧૦ કરોડના ખર્ચે પાંજરાપોળ તથા રામનાથ મંદિર તરફ જવાના રસ્તે આજી નદી પર તથા પરશુરામ ઇન્ડસ્ટ્રીઝથી સફારીપાર્ક તરફ જવાના રસ્તે સ્લેબ કલ્વર્ટ કરવાનું કામ, સહિત આ વોર્ડ માટે કુલ મળી રૂ.૦૧.૭૨ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટરશ્રીઓ ધર્મિષ્ઠાબેન પરમાર, પૂનમબેન મોરવાડિયા, અનિલભાઇ ચૌહાણ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:40 PM IST)










