News of Friday, 5th June 2026
માણાવદરમાંથી ૪૧ બોટલ દારૂ પકડાયો, ૨ની ધરપકડ
બે ઝડપાયા ૨ શખ્સ ફરાર, ૧૭,૩૦૦ના મુદ્દામાલ કબજે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા. ૦૫: જુનાગઢ, માણાવદરમાંથી પોલીસે ૪૧ બોટલ દારૂ પકડી પાડી ૨ શખ્સની ધરપકડ કરી રૂપિયા ૧૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સની શોધખોળ હાથ ધરી હતી. મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ ત્રણ શિવમ ટેર્નામેન્ટ પ્લોટ નં. ૩૭માં રહેતા રોહિત મનુભાઇ રાઠોડના ઘરે ગઈકાલે સી ડિવિઝન પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન રોહિત રાઠોડ અને પંકજ ખીમજીભાઇ ચાવડા હાજર મળેલ નહીં પરંતુ પોલીસે મકાનમાંથી રૂપિયા ૯,૩૦૦ની કિંમતના વિદેશી દારૂની ૩૧ બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે માણાવદર પોલીસે માણાવદરમાં ખખાવી રોડ નાનાલાલ બંધ મીલની પાસેથી માણાવદરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો કિશોર ઉર્ફે કિશન દિપકભાઇ બાંટવીયા અને તેના પડોશમાં રહેતો સતિષ સુનિલભાઇ રાઠોડની રૂપિયા રૂપિયા ૩૦૦૦ની કિંમત ના વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે ધરપકડ કરી દારૂ તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૮૦૦૦નો મુદામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
