News of Friday, 5th June 2026
નેતા મતલબ નરહરિ અમીન... ઝગમગતા જીવનના વધુ એક નૂતન વર્ષનું સ્વાગત
શ્રેષ્ઠ સાંસદ કો ખુશી અપાર, જન્મદિન કી શુભકામના કા ઉપહાર

રાજકોટઃ કળપા કરે હરિ, ધન્ય થાય નરહરિ... હરિ કળપાથી ખુશખુશાલ ગુજરાતના સિધ્ધ અને પ્રસિધ્ધ નેતા શ્રી નરહરિ અમીન આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ તા. ૫ જુન ૧૯૫૫ ના દિવસે થયેલ. આજે ૭ર માં વર્ષનો પ્રથમ દિવસ ઉગ્યો છે. તેઓ ભાજપના રાજ્યસભાના સભ્ય છે. તેમના નેતળત્વમાં અડાલજમાં અન્નપૂર્ણાધામ દ્વારા અત્યંત રાહતદરે ભોજનાલય ચાલી રહ્યું છે. જેનો અત્યાર સુધીમાં રર લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. હીરામણિ આરોગ્યધામ તેમના સેવા ક્ષેત્રે શિરમોર છે.
પાટીદાર રત્ન શ્રી નરહરિ અમીનનું નામ ગુજરાતના ગૌરવના ગગનમાં વર્ષોથી ગુંજી રહ્યું છે. તેઓ માત્ર ૩૯ વર્ષની ઉંમરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનેલા. ગુજરાત ક્રિકેટ એસો.ના પ્રમુખ, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ વગેરે પદ પર તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. સહકારી ક્ષેત્રે તેમનું સવાયુ પ્રદાન છે. તેમના વડપણ હેઠળનું અમદાવાદનું હીરામણિ શૈક્ષણિક સંકુલ શિક્ષણ ક્ષેત્રે મશહુર છે.
તેઓ ભાવ અને પ્રભાવથી ભરપુર વ્યકિત છે. જીવનસંગીની શ્રીમતી નીતાબેન તેમની પ્રગતિમાં પ્રેરકબળ બની રહ્યા છે. સર્વાંગી સુખથી એની જિંદગી રૂડી છે અને ચોમેર સ્નેહભીના સબંધો એની મૂડી છે. જોગાનુજોગ આજે વિશ્વ પર્યાવરણ દિન છે. શ્રી નરહરિ અમીનની રાજનીતિનું વટવળક્ષ સફળતાના મીઠા ફળ નીપજાવે તેવી શુભકામના શુભેચ્છકો વરસાવી રહ્યા છે
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
