તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
વોર્ડ નં.૧૮ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો મેટલીંગથી મઢાશેઃ ૨.૪૨ કરોડ મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં આવેલ ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝ, ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ, એટલાસ ઇન્ડસ્ટ્રીઝ, ધ્વની ઇન્ડસ્ટ્રીઝ, સુમંગલ ઇન્ડસ્ટ્રીઝ તથા બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વગેરે વિસ્તારમાં રૂા.૦૨.૪૨ કરોડના ખર્ચે મેટલીંગ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના શાસકપક્ષ દંડક સંજયસિંહ રાણા તેમજ કોર્પોરેટરઓ દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયભાઇ સાગઠીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:19 PM IST)










