<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વિશ્વ પર્યાવરણ દિવસઃ યુધ્‍ધની સ્‍થિતિમાં પેટ્રોલીયમ પેદાશોનો ઉપયોગ ઘટાડી થઇ શકે ખરી ઉજવણી

પ મી જુન ૧૯૭૩થી શરૂ થયેલ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ છે... ‘કલાઇમેટ એકશન' ખિસ્‍સા અને રસ્‍તાપરનું ભારણ ઘટાડી સાયકલનો ઉપયોગ વધારવાનો શ્રેષ્‍ઠ વિકલ્‍પઃ આપણી થોડી જાગૃતિ પર્યાવરણ માટે અનેક રીતે આર્શિવાદરૂપ સાબીત થઇ શકે

‘‘બેટા, રેલે કે હરકયુલીસ?'' સન ૧૯૬૮ માં ૧૨ વર્ષ ની ઉંમરે ૮ માં ધોરણમાં પ્રવેશ મળતાં જ હું મોટો થઈ ગયો! સ્‍કૂલ બસ ની જગ્‍યાએ સાયકલ ઉપર નિશાળે જવાનું નક્કી થયું, તેથી વડીલોએ પ્રશ્ન પૂછયો. તે સમયે સાયકલ એક લક્‍ઝરી ગણાતી. પ્રશ્નમાત્રથી એટલો આનંદ થયો કે યાદ કરતાં આજે પણ શબ્‍દોમાં નથી વર્ણવી શકતો!

આજે ૫ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્‍યારે આ પ્રસંગ એટલા માટે યાદ આવે છે કે જો લોકો શકય હોય ત્‍યાં સાયકલ પર જવાનું રાખે, તો સેંકડો વાહનોનાં લીધે ઉત્‍પન્ન થતાં અવાજ અને વાયુ પ્રદુષણથી પર્યાવરણ ને શુદ્ધ રાખી શકાય. કરોડો લીટર પેટ્રોલ અને ડીઝલની  બચત થાય! ઈરાન સાથે ચાલી રહેલ યુદ્ધનાં પરિણામે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલ, ગેસ, વિગેરેની અભૂતપૂર્વ તંગી સર્જાયેલ છે. આવા સમયે સાયકલ એટલે યાદ આવે છે કે તેનાંથી શૂન્‍ય પ્રદુષણ ફેલાય છે. શરીરને ખૂબ જ ફાયદાકારક તેવી અને નાને થી મોટી ઉંમરની બધી જ વ્‍યક્‍તિઓ કરી શકે તેવી નિયમિત કસરત પણ થઈ જાય છે. એક મોટરકાર ની જગ્‍યામાં ૫-૬ સાઈકલો પાર્ક કરી શકાય છે. રસ્‍તા ઉપર વાહનો ઘટવાથી ટ્રાફિક જામની સમસ્‍યા નથી રહેતી. મારાં એક ક્‍લાસ વન અધિકારીનાં પિતાશ્રી રાજસ્‍થાનનાં એક ગામડામાં રહેતાં. તેમને સાયકલ એટલી પ્રિય હતી કે સાયકલમાં જ હવા ભરવાનો પંપ અને પંચર રીપેર કરવાનાં સાધનો રાખતાં! વળદ્ધાવસ્‍થાએ કુટુંબીજનોને ચિંતા થતી કે તેઓ જો સાયકલ પરથી પડી જશે તો હાથ-પગ ભાંગી જશે. બધાંની લાગણી અને ચિંતા સમજી તેઓએ સાયકલ ચલાવવાનું બંધ કર્યું. બધી જગ્‍યાએ ચાલીને જતાં, પરંતુ ૧૦૩ વર્ષ ની ઉંમરે પણ (આજીવન) સાયકલને તો દોરીને સાથે જ રાખતાં!

 નેધરલેન્‍ડ માં નાગરિકો ની વસ્‍તી કરતાં સાયકલો વધારે છે. ત્‍યાં ઘણી વખત મંત્રીઓ અને વડાપ્રધાન પણ સાયકલ પર જોવા મળે છે! બેલ્‍જિયમ માં જે લોકો સાયકલ ચલાવી કામે જાય છે, તેમને કંપની વેતન આપે ત્‍યારે કિલોમીટર દીઠ ગણતરી કરી, સારી એવી રકમનું બોનસ આપે છે.

‘‘છોકરાવ કેમ વાર લાગી? પાણી ઢોળતા નથી ને?'' નાનપણમાં નહાવા જઈએ, ત્‍યારે વડીલો આવી બૂમ મારતાં. પાણીની બચત કરવાનું નાનપણ થી કહેતાં. આજે સમળદ્ધિ વધતાં અને સહેલાઈથી પાણી મળવાંથી પાણીનો ખૂબજ વ્‍યય થવા માંડ્‍યો છે. બાથરૂમમાં મોટરો મૂકી ફોર્સ થી અનેક ફુવારાઓ નીચે નાહવાની - નિવારી શકાય - તેવી (કૂ)ટેવ પણ પડવા લાગી છે. ફાઈવ સ્‍ટાર હોટલોમાં બાથરૂમમાં કાર્ડ પર સૂચના લખેલ હોય છે, કે જો જરૂર ન હોય તો આપનાં ટુવાલને દરરોજ ધોવામાં નહીં નાંખી, પાણી બચાવવામાં મદદરૂપ થશો. દુઃખદ આヘર્ય થાય છે કે આ જ બાથરૂમમાં ઉપર જણાવ્‍યું તેવાં મોટાં ફુવારાઓ અને જાકુઝી બાથટબ પણ લાગેલાં હોય છે!

અનેક લોકો બ્રશ કરતી વખતે સતત વોશબેસિન નો નળ ચાલુ રાખે છે! વાસણો ધોતી વખતે તો નળ સતત ફુલ ફોર્સમાં ચાલુ રાખવો જોઈએ! આપણાં પરંપરાગત તહેવારો જેવાં કે મકરસંક્રાંતિ, હોળી, ધુળેટી, ગણેશ ચતુર્થી, દશેરા (રાવણ દહન), દિવાળી, વિગેરે દરમિયાન થતું અસહ્ય અવાજ અને વાયુ પ્રદુષણ, પતંગ નાં દોરાથી ગંભીર રીતે ઘાયલ થતાં સેંકડો પક્ષીઓ - તથા અનેક મનુષ્‍યો, ગણેશ વિસર્જનથી પ્રદૂષિત થતાં તળાવો અને નદીઓ, વિગેરેને પારાવાર નુકશાન થાય છે. આવી અનેક બાબતો નો વિચાર કરી જો તહેવારો ની ઉજવણી પ્રથા બદલાવી શકાય તો સૌને ખૂબજ ફાયદો થશે. ફેરફારો જેવાં કે સવાર અને સાંજનાં કલાકો સિવાય જે સમયે આકાશમાં ઓછાં પક્ષીઓ ઉડતાં હોય, માત્ર તે સમયે જ પતંગ ઉડાડવી, તિલક હોળી (ધુળેટી) રમવી, ધાતુઓના ગણેશ ભગવાન હંમેશા ઘરમાં જ રાખી પૂજા કરવી, માત્ર દીપ પ્રગટાવી અને રંગોળી કરી દિવાળી ઉજવવી, વિગેરે  રીતે તહેવારોને હરિત તહેવારો બનાવી શકાય. સમજદાર નાગરિકો તેમ કરી શકે છે.

ખરીદી કરવા જઈએ ત્‍યારે કપડાંની થેલી સાથે રાખીએ તો પર્યાવરણ માટે રાક્ષસ સમાન ગણાતાં પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ઘણો ઘટાડી શકાય. જન્‍મ દિવસ, લગ્ન, વિગેરે જેવાં શુભ પ્રસંગે સ્‍થાનિક પ્રજાતિનાં વળક્ષો વાવવાથી અને ઉછેરવાથી વાતાવરણનો અંગારવાયુ ઘટશે અને તેની સામે પ્રાણવાયુ મળશે. દર વર્ષે વધતી જતી ગરમી ઘટશે.

લાઈટ, પંખા, ગીઝર, એર કન્‍ડિશનર, વિગેરે વપરાશ ન થતો હોય ત્‍યારે બંધ કરવાની તકેદારી રાખવાથી ઘણી ઉર્જા બચશે. કેટલાય મકાનો ની અગાસી ભાગ્‍યે જ વપરાતી હોય છે. પીએમ સૂર્ય ઘરઃ મુફ્‌ત બિજલી યોજના - ૨૦૨૬ હેઠળ રહેણાંક ઘરોમાં ૩ કિલો વોટ કેપેસિટી સુધીની સોલાર સિસ્‍ટમ લગાડી શકાય છે. તેનાંથી મોટાભાગની જરૂરિયાતનું વીજ ઉત્‍પાદન આ સોલાર પેનલો દ્વારા જ થઈ જાય છે. તેથી દર મહિને આવતું વીજળીનું બિલ ઘણું જ ઘટી થઈ જાય છે. જો વપરાશ કરતાં વધારે વીજ ઉત્‍પાદન થાય તો તેટલાં યુનિટની અમુક રકમની ક્રેડિટ મળે છે. આ યોજનામાં ૪૦ ટકા (મહત્તમ રૂા.૭૮,૦૦૦/- સુધી) સબસીડી મળી શકે છે. સબસીડી બાદ કરતાં જેટલો ખર્ચ કરવો પડે તે અગાઉ વિદ્યુતબોર્ડ પાસેથી ખરીદ કરવી પડતી વીજળી બચતા આશરે ૨-૩ વર્ષમાં સરભર થઈ શકે છે. બહુમાળી મકાનોમાં પણ જો સોસાયટી મંજૂરી આપે તો સોલાર સિસ્‍ટમ લગાડી શકાય છે. સોલાર સિસ્‍ટમ દ્વારા થતું વીજ ઉત્‍પાદન કેટલીક બાબતો પર આધારિત છે. આ સોલાર પેનલો ૫-૬ ફૂટ નાં સ્‍ટેન્‍ડમાં લગાવેલી હોય તો અગાસીનો ઉપયોગ પણ કરી શકાય છે.

કુદરતી વન વિસ્‍તારો, વન્‍ય પ્રાણીઓ તથા પર્યાવરણની જાળવણીનું કાર્ય સરકારનું છે, તેથી આપણે પ્રદૂષણ માટે સત્તાધીશો ને જવાબદાર ગણીએ એ સ્‍વાભાવિક છે; પરંતુ જાગળત નાગરિક તરીકે જો આપણાં સ્‍તરે શકય હોય તેટલા પ્રયત્‍નો કરીએ, તો કરોડો લોકોનાં સામુહિક પ્રયાસોથી ખૂબ જ મોટો બદલાવ લાવી શકીએ.

૫ મી જૂન, ૧૯૭૩ થી શરૂ કરવામાં આવેલ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ‘‘ક્‍લાઈમેટ એક્‍શન'' છે. તેનું સત્તાવાર સ્‍લોગન ‘‘પ્રકળતિથી પ્રેરિત.  ક્‍લાઈમેટ માટે. આપણાં ભવિષ્‍ય માટે.'' છે.

અકિલા દૈનિકના પર્યાવરણ પ્રેમી વાંચક મિત્રો, ચાલો સાયકલ ચલાવીએ અને ઉપર જણાવેલાં મુદ્દાઓ દરરોજ વાંચી, આપણી જીવનશૈલીમાં શકય તેટલાં ફેરફારો કરીએ. આજનો અંક જરૂર સાચવી રાખશો.

પ્રદુષણ મુક્‍ત વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ.(૨.૨)

 

ભૂષણ પંડયા

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ, વાઇલ્‍ડ લાઈફ ફોટોગ્રાફર

મોબાઈલ નંબરઃ ૯૪૨૮૨  ૦૩૧૧૭

(1:23 PM IST)