<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ખાંભાના કંટાળા ગામે માતાની જીવાઈની જમીનના ભાગ પાડવા પ્રશ્‍ને બે ભાઈઓના ડખામાં એકની હત્‍યા

જીવલેણ હથિયારો વડે બે મહિલા સહીત છએ મારમારી હત્‍યા કરી : સામાપક્ષે પણ મારમારી ઇજા કરી ધમકી આપ્‍યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૫: ખાંભા તાલુકાના કંટાળા ગામે ગંગાબેન ઉર્ફે મનીષાબેન રાઘવભાઈ સોંદરવાના સાસુના નામે જીવાઈની આશરે ત્રણ વીઘા જમીન આવેલ હોય જે જમીનના ભાગ પાડવા પ્ર‘ે ગંગાબેનના જેઠ નાનજીભાઈ આ જીવાઈની જમીનમાં ભાગ પાડવા પ્રશ્‍ન ે જેઠ નાનજીભાઈ તથા મરણજનાર દિયર મેઘાભાઈના પરિવાર સાથે મનદુઃખ ચાલતું હોય.છતા પણ આ જમીનના ભાગ પાડયા વગર ગંગાબેનના જેઠ નાનજીભાઈ આ જીવાઇની જમીનમાં રોટાવેટર ચલાવવા આવેલ જેથી ગંગાબેનના પતિ રાઘવભાઇએ કહેલ કે પહેલા આ જમીનના ભાગ પાડો પછી રોટાવેટર હાકો તેમ છતા જેઠ નાનજીભાઇએ કહેલ કે અમે રોટાવેટર હાકીને પહેલા વાવીશુ તેમ કહેતા ગંગાબેન ઉર્ફે મનીષાબેનના પતિ રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા આડા ફરતા આરોપીઓ નાનજી ભગવાનભાઈ, રાજુ નાનજીભાઈ, નરશી નાનજીભાઈ, લખમણ મેઘાભાઈ, કાંતુબેન નાનજીભાઇ તથા ગીતાબેન નરશીભાઈ સોંદરવાએ આજે તો તમે પતાવી દેવો છે તેમ કહી નાનજીએ લાકડીના બે ઘા વાસાના ભાગે મારી નરશીએ હાથમાં રહેલ ખરપીયાના ત્રણપ્રચાર ઘા આડેધડ શરીરે રાજુએ હાથમાં રહેલ કુહાડીના માથામાં પાછળના ભાગે બે જીવલેણ ઘા મારી પગમાં બે ઘા મારી લોહી લુહાણ હાલતમાં નીચે પછાડી દેતા રાડા રાડ કરતા ચારેય આરોપીઓએ આડેધડ મારમારતા ગંગાબેન ઉર્ફે મનીષાબેન તથા આરતીબેન બચાવવા વચ્‍ચે પડતા કાંતુબેનને હાથમાં લાકડી લઈ ગંગાબેનને પીઠના ભાગે મુંઢ મારમારીગીતાબેને લાકડીવડે આરતીબેનને જમણા હાથની કલાઈ ઉપર મારમારી મુંઢ ઈજા કરીચારેય આરોપીઓએ ગંગાબેન ઉર્ફે મનીષાબેનના પતિ રાઘવભાઈ ભગવાનભાઇ સોંદરવાને મરણતોલ મારમારી હત્‍યા નિપજાવી ગુન્‍હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્‍હો કર્યાની ખાંભાપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાપી.એસ.આઇ.ગુલાબસિંહ જાડેજા બનાવની તપાસ ચલાવી રહયા છે.

 જયારે આ બનાવમાં સામા પક્ષે ફરિયાદી નાનજીભાઈ ભગાભાઈ સોંદરવાના માતા તેમની સાથે રહેતા હોય અને માતાના ભાગની જીવાઇની જમીન નાનજીભાઇ વાવતા હોય.જે જમીનમાં ટ્રેકટરથી રોટાવેટર ચલાવતા હતા. જેનું મનદુઃખ રાખી આરોપીઓ રાઘવ ભગાભાઇ સોંદરવા, ગંગાબેન રાઘવભાઇ સોંદરવા, આરતીબેન રાઘવભાઈ સોંદવાએ વાડીએ આવીને નાનજીભાઈને ટ્રેકટર ચલાવાની ના પાડતા તેમણે સમજાવેલ કે આપણા માતા કુંવરબેનની જીવાઇની જમીન છે.અને તે મારી સાથે રહે છે.એટલે હું જમીન વાવું છું.જેથી સારૂ નહી લાગતા ઉશ્‍કેરાય ગાળો બોલી ખેતરમાં પડેલ પથ્‍થરોના આડેધડ છુટા ઘા કરી નાનજીભાઇને ડાબા હાથ વચલી આંગળીમાં સામાન્‍ય ઇજા કરી માથામાં કપાળના ભાગે બે ટાંકા લાવી ઇજા કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુન્‍હો કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(12:12 PM IST)