તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
દુનિયાના સૌથી મોંઘા અમેરિકન યુદ્ધજહાજમાં લાગેલી ભીષણ આગનો પર્દાફાશ: ૧૩ અબજ ડોલરના જહાજની નબળી ફાયર સિસ્ટમ્સ અને લાપરવાહી ઉઘાડી પડી: સમારકામ માટે ગ્રીસ મોકલાયું અને હવે એક વર્ષ સુધી દરિયામાં ઉતરી નહીં શકે

વોશિંગ્ટન: વિશ્વના સૌથી મોંઘા અને આશરે ૧૩ અબજ ડોલરના જંગી ખર્ચે બનેલા અમેરિકન સંરક્ષણ વિભાગના ગૌરવ સમાન યુદ્ધજહાજ 'યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ' માં માર્ચ મહિના દરમિયાન લાગેલી ભીષણ આગની ભયાનક વિગતો સામે આવી છે.
સીએનએન ના એક્સક્લુઝિવ અહેવાલ મુજબ, આ આગ એટલી ગંભીર હતી કે તેમાં જહાજ પર રહેલા ૬૦૦ જેટલા નૌસૈનિકોના સૂવાના બંક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જહાજની અંદર લાગેલી આગને ઓલવવામાં આર્મીને ૩૦ કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો અને તંત્રની આગ બુઝાવવાની બિલ્ટ-ઈન સ્વયંચાલિત સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી.
આ ભયાનક દુર્ઘટનાને કારણે વૈશ્વિક સ્તરે અમેરિકન નેવીની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા થયા છે.*
અમેરિકાના પરમાણુ સંચાલિત યુદ્ધજહાજ 'યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ' માં લાગેલી આગ બાદ નૌસેનાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ આગની ભયાનક ઘટના બાદ જહાજને સૈન્ય ઓપરેશનમાંથી સતત બે દિવસ સુધી સંપૂર્ણપણે ઓફલાઈન રાખવાની ફરજ પડી હતી. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે જહાજને તાત્કાલિક ઈમરજન્સી રિપેરિંગ માટે ગ્રીસના ક્રેટે બંદર તરફ વાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્રોએશિયાના સ્પ્લિટ બંદર પર લઈ જવાયું હતું.
આ આગથી જહાજના આંતરિક માળખાને એટલું મોટું નુકસાન થયું છે કે તેને ફરીથી દરિયામાં કાર્યરત કરવા માટે ઓછામાં ઓછું એક વર્ષ જેટલો સમય સમારકામમાં વિતાવવો પડશે.
આ ઉપરાંત જહાજના પ્રવાસ દરમિયાન ટોઇલેટ વારંવાર બ્લોક થઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી હતી.*
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
