<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

મુંજકા વિસ્‍તારમાં નવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તથા બ્રીજનું કામ કયાં પહોચ્‍યું

ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી તથા વોર્ડ નં. ૯ના કોર્પોરેટરો દ્વારા આર્ષવિદ્યામંદિર સહિતના નવનિર્મિત કામગીરીનું કર્યું નીરીક્ષણઃ અધિકારીઓને આપી સુચના

રાજકોટ , તા.૫: મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં મુંજકા વિસ્‍તારમાં બનાવવામાં આવતા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તથા આર્ષ વિધાલય પાસેનો નવા બ્રિજની સ્‍થળ મુલાકાત કરતા ડેપ્‍યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી તથા વોર્ડના કોર્પોરેટરશ્રીઓ.

 મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં મુંજક વિસ્‍તારમાં આર્ષ વિધામંદિર પાસે અંદાજિત રૂ.૬.૩૧ કરોડના ખર્ચે નવો બ્રિજ તથા રૂ.૨.૯૦ કરોડના ખર્ચે ૧૨૫૫.૦૦ ચો.મી.માં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવામાં આવશે. જેની સુવિધામાં (ગ્રાઉન્‍ડ ફલોર) પર વેટીંગ રૂમ, મેડીકલ રૂમ, કોન્‍સલ્‍ટિંગ રૂમ, લેબોરેટરી માટેનું કલેકશન કાઉન્‍ટર, એક ઇમરજન્‍સી વોર્ડ,  મેલ-ફીમેલ માટેના અલગ અલગ ટોઇલેટ બ્‍લોકની સુવિધા (ફસ્‍ટ ફલોર) પાંચ બેડ પૂરૂષો માટેનો વોર્ડ, પાંચ બેડ મહિલાઓ માટેનો વોર્ડ, એક એકસ-રે રૂમ, એક લેબોરેટરી, એક ઓપરેશન થિયેટર રૂમ, એક સ્‍ટોર રૂમ (બીજા માળે) એક ડાયાલીસીસ રૂમ, એક RBSK રૂમ, એક કોન્‍ફરન્‍સ રૂમ તથા એક સ્‍ટોર રૂમની સુવિધાઓ મળશે.

આ પ્રસંગે ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં.૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી, કોર્પોરેટર જાનકીબેન કાટોળીયા, રાજુભાઇ અઘેરા, જયસુખભાઇ કાથરોટીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા, વોર્ડ પ્રભારી કુલદિપસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ હિરેનભાઇ સાપરીયા, વોર્ડ મહામંત્રી દેવભાઇ ગજેરા, પૂર્વ કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા, પૂર્વ મહામંત્રી વિરેનભાઇ ભટ્ટ જે દરમ્‍યાન વોર્ડ એન્‍જીનીયર વિજયભાઇ કારીયાને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્‍નો કરવા સુચનો આપેલ હતી

(3:29 PM IST)