<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

લોન મોંઘી નહી થાયઃ રેપો રેટ યથાવત

રિઝર્વ બેંક વ્‍યાજદર ૫.૨૫% યથાવત રાખ્‍યોઃ ૨૦૨૫માં ચાર વખતમાં ૧.૨૫%નો ઘટાડો કર્યો હતોઃ EMI યથાવત રહેશે : હોમ-કાર લોનનું વ્‍યાજ નહી વધેઃ જીડીપી ગ્રોથ ૬.૬% રહેવાનું અનુમાન

નવી દિલ્‍હી, તા.૫: વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ખેંચતાણ અને આંતરરાષ્‍ટ્રીય પડકારો વચ્‍ચે ભારતીય રિઝર્વ બેંકે સામાન્‍ય નાગરિકોને મોટી ખુશખબર આપી છે. ૩ થી ૫ જૂન દરમિયાન યોજાયેલી હાઈ-વોલ્‍ટેજ નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ, કેન્‍દ્રીય બેંકે રેપો રેટને ૫.૨૫ ટકા પર જ યથાવત રાખવાનો એક મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. ગવર્નર સંજય મલ્‍હોત્રાએ આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરી હતી, જેને આર્થિક નિષ્‍ણાતો વર્તમાન પરિસ્‍થિતિમાં એક બહુ મોટી રાહત તરીકે જોઈ રહ્યા છે.૨૦૨૫માં ચાર વખત ૧.૨૫્રુ નો ઘટાડો થયો હતો. તેમજ જીડીપી ગ્રોથ ૬.૬ ટકા રહેવાનુ અનુમાન કરવામાં આવ્‍યું છે.

આ નિર્ણયનો સીધો અને મધુર અર્થ એ થાય છે કે જો તમે હોમ લોન, કાર લોન કે અન્‍ય કોઈ પણ બેંક લોન લીધી હોય, તો તમારા માસિક બજેટને કોઈ ફટકો પડવાનો નથી. તમારી EMI (સરખા હપ્તા) માં કોઈ વધારો નહીં થાય અને વ્‍યાજના દરો સંપૂર્ણપણે સ્‍થિર રહેશે. ગવર્નરે સ્‍પષ્ટ કર્યું કે જ્‍યારે વિશ્વની દિગ્‍ગજ કેન્‍દ્રીય બેંકો મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્‍યાજ દરો ધડાધડ વધારી રહી છે, ત્‍યારે ભારતે આંતરરાષ્‍ટ્રીય દબાણ સામે ઝૂકવાને બદલે પોતાના અર્થતંત્રની મજબૂતીને પ્રાધાન્‍ય આપ્‍યું છે.

જો આપણે ફ્‌લેશબેકમાં જઈએ તો, ફેબ્રુઆરી ૨૦૨૫ થી લઈને અત્‍યાર સુધીમાં ય્‍ગ્‍ત્‍ એ વ્‍યાજદરોમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્‍ટનો મોટો ઘટાડો કરીને બજારને ગતિ આપી છે. જોકે, છેલ્લી બેઠક બાદ રેટમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. રાહતની વાત એ પણ છે કે એપ્રિલ ૨૦૨૬ માં દેશનો છૂટક ફુગાવો સામાન્‍ય વધીને ૩.૪૮% થયો હોવા છતાં, તે હજી પણ RBI ના મધ્‍યમ ગાળાના સુરક્ષિત લક્ષ્યાંક (૪%) થી ઘણો નીચે છે, જેણે કેન્‍દ્રીય બેંકને આ રાહત આપવાનો આત્‍મવિશ્વાસ પૂરો પાડ્‍યો છે.

બુધવાર, ૩ જૂનથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય મંથન બેઠકમાં છ સભ્‍યોની સમિતિ સામે ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ, રૂપિયાનું નબળું પડવું અને વૈશ્વિક સપ્‍લાય ચેઇનની કટોકટી જેવા અનેક મોટા પડકારો હતા. છતાં, ગવર્નર સંજય મલ્‍હોત્રાએ આશાવાદી સૂર ઉચ્‍ચારતા કહ્યું કે, ભલે ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્‍થિતિને કારણે કાચા માલના ખર્ચનું દબાણ વધી રહ્યું હોય, પરંતુ ભારતીય અર્થતંત્ર ખડકની જેમ મજબૂત ઊભું છે. વૈશ્વિક તોફાન વચ્‍ચે પણ ભારતની આ આર્થિક સ્‍થિરતા દેશના વિકાસની એક નવી કહાની લખી રહી છે.

(6:35 PM IST)