News of Friday, 5th June 2026
મુંબઈ એરપોર્ટ પર વિદેશી ચલણની તસ્કરીનો પર્દાફાશ : બેગમાંથી USD 1.45 લાખ મળ્યા
જવાનોએ કરોડો રૂપિયાની કિંમતના અમેરિકન ડોલર સાથે એક વિદેશી નાગરિકને રંગેહાથ ઝડપી પાડ્યો: પકડાયેલો આ આરોપી મુંબઈથી અદિસ અબાબા જવાની ફિરાકમાં હતો

મુંબઈ : દેશના સૌથી વ્યસ્ત એવા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી ચલણ (કરન્સી) ની તસ્કરીનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ના સતર્ક જવાનોએ કરોડો રૂપિયાની કિંમતના અમેરિકન ડોલર સાથે એક વિદેશી નાગરિકને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલો આ આરોપી મુંબઈથી અદિસ અબાબા જવાની ફિરાકમાં હતો, પરંતુ તે ફ્લાઈટ પકડે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓના હાથે ચડી ગયો હતો.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
