તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
બધા ખુલ્લા મને ચર્ચા કરજોઃ આપણે કામ કરી બતાવવું છે
ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખ માધવ દવે, મેયર નેહલ શુકલા તથા સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાનું કોર્પોરેટરોને આહવાન : શહેરના મોટા ભાગના નગરસેવકોની પ્રથમ ટર્મની પહેલી સ્ટેન્ડીંગ મળીઃ સંકલન બેઠક ૪પ મિનીટ અને સ્ટેન્ડીંગની બેઠક ૧પ મીનીટ ચાલી

શહેરના નવનિયુકત કોર્પોરેટરોને મનપા પદાધિકારીઓ-શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રથમ સ્ટેન્ડીંગ પૂર્વે સંકલન બેઠકમાં માર્ગદર્શન આપી ખુલ્લા મને ચર્ચા કરવા જણાવાયું હતું. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ, તા. પ : મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ બાદ આજે પ્રથમવાર સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કરોડોના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. આ ટર્મ મોટાભાગના કોર્પોરેટરોની પ્રથમ ટર્મ છે, ત્યારે ભાજપની પ્રણાલી મુજબ જનરલ બોર્ડ અને સ્ટેન્ડીંગ બેઠક પહેલા મળતી સંકલન બેઠક ૪પ મીનીટ જેટલી ચાલી હતી.
ભાજપની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર નેહલ શુકલ અને સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ કોર્પોરેટરોને જણાવેલ કે, બધા ખુલ્લા મને ચર્ચા કરજો. તમારા પ્રશ્નો રજૂ કરજો. અધિકારીઓ કે પદાધિકારીઓ સાથે હા માં હા ન મીલાવતા.
ભાજપના મોટા ભાગના નગરસેવકો પ્રથમવાર ચૂંટાયા છે ત્યારે પ્રથમ સ્ટેન્ડીંગ પૂર્વે સંકલન બેઠકમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ પ્રક્રિયા અંગે માહિતી અપાઇ હતી.
મનપામાં લાંબા સમય બાદ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક પણ ૧પ મીનીટ ચાલી હતી. સામાન્ય રીતે શાસક પક્ષ દ્વારા આવેલી દરખાસ્તો ઉપર મંજુરીની મહોર મારી બેઠક ગણતરીની મીનીટોમાં પૂર્ણ કરી દેવામાં આવતી હતી.
(3:17 PM IST)










