તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા? અમેરિકાએ ઇરાન, ઇરાક અને ગાઝા સહિતના ૫ દેશો માટે 'પ્રવાસ ન કરવો' એડવાઈઝરી જારી કરી
ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના ૯ દેશોના પ્રવાસ અંગે ફેરવિચારણા કરવા અમેરિકન નાગરિકોને સ્ટેટ ડિપાર્ટમેન્ટની કડક સૂચના

વોશિંગ્ટન: મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તમાન તંગદિલી વચ્ચે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાના નાગરિકો માટે નવી સિક્યોરિટી એલર્ટ જારી કરી છે, જેમાં અનેક દેશોના પ્રવાસ પર સાવચેતી રાખવા અને યાત્રા ટાળવા જણાવાયું છે.
અમેરિકી સરકારના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકો માટે ૫ જૂનના રોજ એક મહત્વપૂર્ણ સુરક્ષા ચેતવણી બહાર પાડવામાં આવી છે. આ નવીનતમ અપડેટ મુજબ, અમેરિકાએ ઈરાન, ઈરાક, સીરિયા, ગાઝા અને યમન માટે તેની લેવલ-૪ ની "પ્રવાસ ન કરવો" એડવાઈઝરી ફરીથી લાગુ કરી દીધી છે.
આ ઉપરાંત, સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાઉદી અરેબિયા, બહેરીન, ઈઝરાયેલ, વેસ્ટ બેંક, જોર્ડન, કુવૈત, ઓમાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જેવા દેશો માટે લેવલ-૩ ની એડવાઈઝરી જારી કરી છે.
લેવલ-૩ હેઠળ અમેરિકન નાગરિકોને આ દેશોની યાત્રા કરતા પહેલાં પુનર્વિચાર કરવાની તાકીદ કરવામાં આવી છે.*
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
