તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
પતિ જેવો બાથરુમમાં ગયો કે પત્ની પ્રેમી સાથે ભાગી ગઈઃ સાથે ૩ ટાબરિયાં પણ લઈ ગઈ
દિલ તો ખોયા હૈ યહીં પે કહી પે ! પતિ પોતાની પત્ની અને ત્રણ માસૂમ બાળકોને પાછા લાવવા માટે ભટકતો દેખાયો

ઈટાવા,તા.૫: ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં રેલવે સ્ટેશનથી મહિલા પોતાના ત્રણ માસૂમ બાળકો અને પ્રેમી સાથે ભાગી ગઈ. પતિ પોતાની પત્ની અને ત્રણ માસૂમ બાળકોને પાછા લાવવા માટે ભટકતો દેખાયો હતો. મૈનપુરી જિલ્લાનો રહેવાસી સતીશ પંજાબમાંથી પોતાની પત્ની અને બાળકો સાથે પરત ફરી રહ્યો હતો. હવે પતિ સતીશ પોતાના બાળકો અને મહિલાને શોધવા માટે આમતેમ ભટકી રહ્યો છે. રાજકીય રેલવે પોલીસમાં પીડિત પતિ સતીશે ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાય છે કે પત્ની બહેનપણીનો ભાઈ હોવાનું કહી યુવક સાથે ત્રણ બાળકો સહિત ગુમ થઈ ગઈ.
પંજાબમાંથી પતિ સાથે પરત ફરી રહેલી એક મહિલા પોતાના ત્રણ બાળકો સહિત રેલવે સ્ટેશન પરથી સંદિગ્ધ પરિસ્થિતિમાં ગુમ થઈ ગઈ. પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની એક યુવક સાથે જતી રહી. આ મામલાની ફરિયાદ જીઆરપી પોલીસ સ્ટેશનમાં આપી પત્ની અને બાળકોને શોધી આપવાની માગ કરી છે. મૈનપુરી જિલ્લાના ભોગાંવ વિસ્તારના નગલા શીશના રહેવાસી ૨૭ વર્ષિય સુલેખા પત્ની સતીશ પોતાના પતિ સાથે પંજાબના ભઠિડા-માનસા વિસ્તારમાં આવેલા એક મરઘા ફાર્મમાં કામ કરતી હતી. પ્રેમીને બહેનપણીનો ભાઈ બતાવી સાથે આવ્યો હતો સતીશે જણાવ્યું કે લગભગ આઠ દિવસ પહેલા તેની પત્ની પોતાના ત્રણ બાળકો અને મોહિત ઠાકુર નામના યુવક સાથે પંજાબથી આવી હતી. પત્નીએ મોહિતને પોતાની બહેનપણીનો ભાઈ હોવાનું કહી તેને કામે લગાવી આપવાની વાત કહી હતી. સતીશના જણાવ્યા અનુસાર, મોહિત રસૂલાબાદ વિસ્તારનો રહેવાસી છે. પતિએ જણાવ્યું કે, તે પત્ની, ત્રણ બાળકો અને મોહિત સાથે માનસાથી ફરક્કા એક્સપ્રેસ દ્વારા ઈટાવા માટે રવાના થયા હતા. લગભગ ૩.૫૫ વાગ્યે તમામ લોકો ઈટાવા રેલવે સ્ટેશન પર ઉતર્યા અને વેઈટિગ હોલ તરફ ગયા. આ દરમ્યાન તે શૌચાલય જવા માટે ગયો. પરત આવીને જોયું તો પત્ની સુલેખા, દીકરી દુર્ગા (૯), સુરભિ (૫) અને મસ્ત મૌલી (૩) ત્યાં હતા નહીં.
સીસીટીવી ફુટેજમાં દેખાઈ હતી પત્ની ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન લાગતા તેણે રેલવે સ્ટેશનના સીસીટીવી ફુટેજ ખંગાળ્યા. ફુટેજમાં સવારે ૪.૦૬ વાગ્યે પત્ની મોહિત સાથે પ્લેટફોર્મ નંબર ૧ પર દેખાઈ હતી. પતિનો આરોપ છે કે ત્યાર બાદ મોહિત ઠાકુર તેને પોતાની સાથે લઈને જતો રહ્યો. જીઆરપી પોલીસે ફરિયાદના આધાર પર તપાસ શરુ કરી દીધી છે. સીસીટીવી ફુટેજ અને અન્ય પૂરાવાના આધાર પર મહિલા તથા બાળકોને શોધવામાં આવી રહ્યા છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
